દિવાળી લૂક શેર કરી સારા અલી ખાને આપી ચાહકોને શુભેચ્છા 

Views 64

સારાએ ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી

સારા સફેદ સૂટમાં સુંદર દેખાઈ રહી છે

ઈબ્રાહિમ પણ બ્લેક કુર્તામાં હેન્ડસમ દેખાય છે

દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી, બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી. બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી સારા અલી ખાને તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે એક ફોટો શેર કર્યો છે.
સારાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર દિવાળી સેલિબ્રેશનના બે ફોટો શેર કર્યા છે. એક ફોટોમાં સારા ભાઈ ઈબ્રાહિમ સાથે જોવા મળી રહી છે. સારા અને ઇબ્રાહિમ બંને પરંપરાગત પોશાક પહેરીને કેમેરા માટે પોઝ આપતા જોવા મળે છે. સારાએ ફોટો શેર કરીને ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

sara ali khan wishes fans diwali shares photo with brother
 

સારા-ઇબ્રાહિમનો ટ્રેડિશનલ લુક
દિવાળી સેલિબ્રેશનની તસવીરોમાં સારાને સફેદ રંગના હેવી એમ્બ્રોઇડરી સૂટમાં જોઈ શકાય છે. સારાએ તેના ટ્રેડિશનલ લુકની સાથે ટ્રેન્ડી નાની ઈયર રિંગ્સ પણ પહેરી છે. ગ્લોસી બેઝ, બ્રાઉન લિપસ્ટિક અને સીધા ખુલ્લા વાળમાં સારાનો લુક જોવા જેવો છે. સારાની બિંદી તેના પરંપરાગત દેખાવમાં ઉમેરો કરી રહી છે.
ઈબ્રાહિમ અલી ખાનની વાત કરીએ તો તે બ્લેક કુર્તા પાયજામામાં ખૂબ જ સારો લાગી રહ્યો છે. ઈબ્રાહિમના કુર્તાના ગળા પર પણ વર્ક કરવામાં આવ્યું છે. ચાહકોને સારા અને ઈબ્રાહિમનો ટ્રેડિશનલ દિવાળી લૂક ખૂબ જ પસંદ આવો રહ્યો છે.
સારા અલી ખાન અને તેનો હેન્ડસમ ભાઈ ઈબ્રાહિમ અલી ખાન એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. સારા અને ઇબ્રાહિમ ઘણીવાર એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે. બંને ઘણા પ્રસંગોએ સાથે પણ જોવા મળે છે.

HBN  TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *