નાસાએ સૂર્યની આસપાસના વાતાવરણની તપાસ કરવા માટેના પોતાના સોલર મિશનનો પ્રારંભ કર્યો છે. આજે નાસાએ પોતાનુ પાર્કર યાન લોન્ચ કર્યુ હતુ.
નાસાનુ આ યાન સૂર્યની સૌથી નજીક જનાર સૌથી પહેલી માનવ નિર્મિત વસ્તુ હશે. આ મિશન માટે નાસાએ દોઢ અબજ ડોલર એટલે કે લગભગ 10000 કરોડ રુપિયાના બજેટની ફાળવણી કરી છે.
આમ તો આ યાન શનિવારે લોન્ચ થવાનુ હતુ પણ છેલ્લી ઘડીએ સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે તેનુ લોન્ચિંગ ટાળવુ પડ્યુ હતુ. સાત વર્ષ સુધી ચાલનારા આ મિશનમાં નાસાનુ યાન કોરોના તરીકે ઓળખાતા સૂર્યના રહસ્યમય વાતાવરણનો અભ્યાસ કરશે.
આ દરમિયાન સૂર્યની સપાટી અને યાન વચ્ચે 6 મિલિયન કિલોમીટરનુ અંતર હશે. સૂર્યની આટલી નજીક કોઈ વસ્તુ હજી સુધી પહોંચી શકી નથી જ્યારે સૂર્યથી ધરતી વચ્ચેનુ સરેરાશ અંતર 150 મિલિયન કિલોમીટર છે.
વૈજ્ઞાનિકોની ટીમનુ કહેવુ છે કે કોરોના સૂર્યમાંથી ઉત્પન્ન થતા સોલાર પવનોને વેગ આપે છે. સોલાર પવનોના કારણે પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડમાં ફેરફારો થયા છે અને તેની અસર કોમ્યુનિકેશન ટેકનોલોજી પર પડતી હોય છે. આ મિશનના કારણે સોલાર પવનોથી પૃથ્વીના નજીકના અવકાશી વાતાવરણમાં કયા ફેરફાર થશે તેની આગાહી કરવામાં મદદ મળશે.
આ યાન કોરોનાના વાતાવરણને લગતા મહત્વપૂર્ણ ડેટા નાસાને મોકલશે.યાને અત્યંત શક્તિશાળી હિટ શિલ્ડથી સજજ્ કરાય છે. જેથી સૂર્યની અસહ્ય ગરમીને ખમી શકે. યાનને ધરતી પર અનુભવાય છે તેના કરતા 500 ગણા રેડિએશનનો સામનો કરવાનો આવશે.
સૂર્યની સૌથી નજીક આ યાન પહોંચશે ત્યારે તે 1300 ડિગ્રી સેલ્સિયશ ગરમીનો સામનો કરશે.તે સમયે યાનની અંદર રહેલા ઉપકરણોનુ તાપમાન 29 ડિગ્રી સેલ્શિયસ રહે તેવી ગોઠવણ નાસાએ કરી છે.
સૂર્યનો અભ્યાસ કરવા ધરતી પરથી રવાના થયુ યાન
Views 81