સોનું સતત પાંચમા સપ્તાહે સુધારા સાથે બંધ આપવામાં સફળ રહ્યું હતું. તેણે 1.24 ટકાનો મધ્યમ સુધારો દર્શાવ્યો હતો. ચાંદી ત્રીજા સપ્તાહે 3.77 ટકા ઊછળી બંધ રહી હતી. જ્યારે ક્રૂડ નવમા સપ્તાહે 1.85 ટકાના સુધારા સાથે બંધ રહ્યું હતું. કોપરમાં પ્રોફ્ટિ બુકિંગ પાછળ 4.46 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નેચરલ ગેસમાં 4.૫1 ટકાનું કરેક્શન નોંધાયું હતું.
સોનંુ: એમસીએક્સ ગોલ્ડ ડિસેમ્બર વાયદો રૂ. 47,797 પર બંધ આવ્યો હતો. તેણે સાપ્તાહિક ધોરણે રૂ. ૫84નો સુધારો નોંધાવ્યો હતો. કિંમતી ધાતુએ રૂ. 48,24૨ની ટોચ જ્યારે રૂ. 47,169નું તળિયું દર્શાવ્યું હતું. પાંચ સપ્તાહથી ગોલ્ડ મજબૂતી દર્શાવે છે. જોકે હજુ પણ તેના માટે રૂ. 48 હજાર પર બંધ દર્શાવવું જરૂરી છે. જો આ સપાટી પર બંધ આપે તો સોનામાં નવી ખરીદી જોવા મળશે. જે વખતે તે 48,800 અને રૂ. 49,700ની સપાટી દર્શાવી શકે છે. ટ્રેડર્સે રૂ. 48 હજાર પર જ લોંગ પોઝિશન બનાવવી જોઈએ.
ચાંદીઃ એમસીએક્સ ડિસેમ્બર વાયદો રૂ. 65,656 પર બંધ આવ્યો હતો. તેણે સપ્તાહ દરમિયાન રૂ. ૨,385નો તીવ્ર સુધારો દર્શાવ્યો હતો. વાયદાએ રૂ. 66,752ની ટોચ અને રૂ. 62,804નું તળિયું દર્શાવ્યું હતું. ચાર સપ્તાહની તેજી બાદ ચાંદી રૂ. 65 હજારના અવરોધને પાર કરી ગઈ છે. તેણે અમારા તમામ ટાર્ગેટ્સ હાંસલ કર્યાં છે. ટ્રેડર્સે ઘટાડે ચાંદીમાં લોંગ પોઝિશન બનાવવી જોઈએ. જેના ટાર્ગેટ્સ રૂ. 66,800 અને રૂ. 67,800ના રહેશે. સ્ટોપલોસ તરીકે રૂ. 62,800નું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
ક્રૂડઃ નવેમ્બર વાયદો રૂ. 6,283 પર બંધ આવ્યો હતો. સપ્તાહ દરમિયાન રૂ. 114નો તીવ્ર સુધારો દર્શાવ્યો હતો. કોમોડિટીએ રૂ. 6,317ની ટોચ અને રૂ. 6,064નું તળિયું દર્શાવ્યું હતું. ક્રૂડે તેજીના તમામ ટાર્ગેટ્સ હાંસલ કર્યાં છે. કોમોડિટીમાં હજુ પણ તેજીનું સ્ટ્રક્ચર અકબંધ છે. જ્યાં સુધી ક્રૂડ રૂ. 6 હજારના સ્તર નીચે બંધ ના આપે ત્યાં સુધી ક્રૂડમાં તેજીનું વલણ જાળવવું જોઈએ. વધુ સુધારે રૂ. 6,390 અને રૂ. 6,490ના ટાર્ગેટ્સ જોવા મળી શકે છે.
કોપરઃ નવેમ્બર વાયદો રૂ. 759.90 પર બંધ આવ્યો હતો. તેણે રૂ. 35.4૫નો તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો. કોપરે રૂ. 811.60 ટોચ અને રૂ. 75૫.4૫નું તળિયું દર્શાવ્યું હતું. કોપરમાં રૂ. 800નું સ્તર મજબૂત અવરોધ છે. જેના પર બંધ આપવામાં બીજીવાર નિષ્ફ્ળ રહ્યું છે. જેને જોતાં બેઝ મેટલ રૂ. 800 પર બંધ ના આપે ત્યાં સુધી ટ્રેડર્સે પોઝિશન લેવાનું ટાળવું જોઈએ.
નેચરલ ગેસઃ કોમોડિટીમાં નવેમ્બર વાયદો રૂ. 39૨.10 સ્તરે બંધ રહ્યો હતો. તેણે રૂ. 18.50નો ઘટાડો દર્શાવ્યો હતો. નેચરલ ગેસમાં રૂ. 405.80ની ટોચ અને રૂ. 363નું તળિયું દર્શાવ્યું હતું. અમે કહ્યાં મુજબ કોમોડિટીમાં સતત ત્રીજા સપ્તાહે કરેક્શન જોવા મળ્યું હતું. જોકે હજુ પણ સ્ટ્રક્ચર તેજીનું જોવા મળે છે. જો કોમોડિટી રૂ. 406ના સ્તર પર ટકે તો લોંગ પોઝિશન લઈ શકાય. જેના ટાર્ગેટ્સ રૂ. 414 અને રૂ. 422ના રહેશે. ટ્રેડર્સે રૂ. 365ના ચુસ્ત સ્ટોપલોસનું પાલન કરવાનું રહેશે.
