SBI YONO: ITR ફાઈલ કરવા સાથે વધારાના લાભ મેળવવા આટલું કરો

Views 78

File ITR with SBI Yono: ઈન્કમ એક્ટ અધિનિયમની કલમ 80D હેઠળ કરદાતાના માતાપિતામાંથી કોઈ એક સીનિયર સિટીઝન હોય તો, તે પરિસ્થિતિમાં રૂ.50,000ની વધારાની કપાતનો લાભ આપવામાં આવે છે.

SBI YONO: ITR ફાઈલ કરવા સાથે વધારાના લાભ મેળવવા આટલું કરો
મુંબઈ: ઇન્કમટેક્સ ભરવાની તારીખ (Income Tax Retur filing date) નજીક આવી રહી છે. જેથી જો તમે હજુ સુધી ઈન્કમટેક્સ રિટર્ન નથી ભર્યું તો સૌથી પહેલા તમારે ઈન્કમટેક્સ રિટર્ન ભરી દેવું જોઈએ. તમે ઘરે બેઠા ઓનલાઈન ઈન્કમટેક્સ રિટર્ન (File online IT return) ભરી શકો છો. તમે SBIની સત્તાવાર વેબસાઈટ અને SBIની યોનો એપથી ITR ફાઈલ કરી શકો છો. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (State bank of India)ના ગ્રાહકો ફ્રીમાં ITR ફાઈલ કરી શકે છે.
SBI YONO ITR ફાઈલિંગ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોને અહીંયા જણાવેલ બાબતો વિશે જાણકારી હોવી જરૂરી છે. માતા પિતાના હેલ્થ ઈન્શ્યોરન્સ (Health Insurance)ની ચૂકવણી કર્યા વગર 80Dની કપાતનો લાભ મેળવીને વધુ બચત કરી શકો છો. SBIએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, ‘માતા પિતાના હેલ્થ ઈન્શ્યોરન્સની ચૂકવણી કર્યા વગર 80Dની કપાતનો લાભ મેળવીને વધુ બચત કરી શકો છો. સરળતાથી YONOમાં લોગઈન કરો અને Tax2win સાથે ITR ફાઈલ કરો.
સેક્શન 80D
ઈન્કમ એક્ટ અધિનિયમની કલમ 80D હેઠળ કરદાતાના માતાપિતામાંથી કોઈ એક સીનિયર સિટીઝન હોય તો, તે પરિસ્થિતિમાં રૂ.50,000ની વધારાની કપાતનો લાભ આપવામાં આવે છે. ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિને સીનિયર સિટીઝન માનવામાં આવે છે.
જે SBI ગ્રાહક YONO એપ્લિકેશનથી ITR દાખલ કરવા ઈચ્છે છે, તેમની પાસે ITR ફાઈલ કરતા સમયે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે.1) પાન કાર્ડ
2) આધાર કાર્ડ
3) ફોર્મ 16
4) ટેક્સ કપાતની વિગતો (Tax deduction details)
5) ઈન્ટરેસ્ટ ઈન્કમ સર્ટીફિકેટ (Interest income certificates)
6) ટેક્સની બચત માટે રોકાણના પુરાવા (Investment proofs for tax saving)
વહેલું ITR ફાઈલ કરવાના ફાયદા
>> વહેલા ITR ફાઈલ કરો અને પહેલા રિફંડ મેળવો.
>> વહેલા ITR ફાઈલ કરવાથી છેલ્લી ઘડીએ થતી પરેશાનીથી બચી શકાય છે.
>> એરરમાં સુધારો કરવા માટે પૂરતો સમય મળી શકે છે.
SBIના ગ્રાહકોએ YONO એપ્લિકેશનથી ITR ફાઈલ કરવા માટે સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે
>> SBIના ગ્રાહકોએ YONOમાં લોગઈન કરવાનું રહેશે.
>> ત્યારબાદ ‘Shops and Orders’ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.
>> હવે YONO યૂઝર્સે ‘Tax and Investment’ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે
>> ત્યારબાદ ‘Tax2Win’ ઓપ્શન સિલેક્ટ કરો.
>> આ સુવિધાનો લાભ લેતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યાનો આવે તો, તમે +91 9660-99-66-55 કોલ કરી શકો છો અથવા support@tax2win.in પર એક ઈમેઈલ પર મોકલી શકો છો.
>> SBIના ગ્રાહકોએ ધ્યાન રાખવાનું રહેશે કે, આ ઑફર 31 ઓક્ટોબર સુધી માન્ય છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *