શ્રદ્ધા કપૂર પ્રિયંકા-દીપિકાને મહાત આપવામાં સફળ થઈ છે. તેણે આ સિદ્ધી ઇન્સ્ટાગ્રામના ્પોતાના ફોલઅર્સની સંખ્યા માટે મેળવી છે. આવું પ્રથમ વાર થયું છે કે, શ્રદ્ધા અને આલિયાએ પ્રિયંકા અને દીપિકા જેવી અભિનેત્રીને પાછળ છોડીને ઇન્સ્ટાગ્રામ પર નંબર વન સ્થાન મેળવ્યું છે.
આ આંકડા એક સર્વે દ્વારા મેળવવામાં આવ્યા છે. જેમાં શ્રદ્ધાને રેકિંગમાં ૧૦૦ અંક મળ્યા છે. જ્યારે આલિયા ૮૫ ગુણાંક મેળવીને બીજા સ્થાને રહી છે. તો દીપિકા ૬૮ અંક સાથે ત્રીજા સ્થાને અને ્પ્રિયંકા ૬૬ ગુણાંકમ ેળવીને છેક ચોથા સ્થાને રહી છે. સોનમ કપૂર ૫૯ અંક સાથે પાંચમાં સ્થાન પર છે.
નવાઇની વાત એ છે કે શ્રદ્ધાએ સાતમાં સ્થાનથી એક મહિનાની અંદર જ પ્રથમ નંબર હાસિલ કર્યું છે. જે એક ખરેખર ઉલ્લેખનીય છે.
શ્રદ્ધા પોતાના પરિવાર સાથેની અવનવી અને વિવિધ તસવીરો સોશયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તેની પિકચર્સને ઘણા લાઇક મળતા હોય છે. આ ડેટા તેમણે ૧૪ ભારતીય ભાષાઓમાંથી ઉપલબ્ધ ૬૦૦ ન્યુઝ સ્ત્રોતો થી એકઠા કર્યા છે.
શ્રદ્ધા કપૂર ઇન્સ્ટાગ્રામ પર્ પ્રિયંકા-દીપિકાને પછાડી નંબર વન
Views 65