સ્કૂલોની ઈતર પ્રવૃત્તિઓની ફી કમિટી નક્કી કરશે

Views 64

સુપ્રીમકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા સ્કૂલોમાં ઈતર પ્રવૃત્તિઓ અને સુવિધાઓને વૈકલ્પિક કરવાનું જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.જેને પગલે હવે સ્કૂલોએ ઈત્તરપ્રવૃત્તિઓ વૈકલ્પિક રાખવાની રહેશે.જો કે સ્કૂલો દ્વારા અપાતી સુવિધાઓ કે કરાવવામા આવતી ઈતર પ્રવૃત્તિઓની ફી પણ કમિટી જ નક્કી કરશે.

રાજ્ય સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં ટ્રાન્સપોર્ટેશન તેમજ ફુડ સહિતની વિવિધ સુવિધાઓ અને ડાન્સ,સ્વિમિંગ ,ઘોડેસવારી સહિતની ઈતર પ્રવૃત્તિઓ સાથે ૧૦ પ્રવૃત્તિ-સુવિધાઓને વૈકલ્પિક જાહેર કરી છે.જેને પગલે ખાનગી સ્કૂલોએ આ સુવિધાઓ-પ્રવૃત્તિઓને વૈકલ્પિક રાખવાની રહેશે અને તેની ફીને કુલ ફીમાં જોડવાની રહેશે નહી.પરંતુ મહત્વનું છે કે ઘણી મોટી સ્કૂલોએ ઈતર પ્રવૃત્તિઓ અને સુવિધાઓ વૈકલ્પિક કરી નાખ્યા બાદ પણ ફી કમિટી સમક્ષ કરેલી દરખાસ્તમાં વધુ ફી જ માંગી છે.અગાઉ સુવિધાઓ અને ઈત્તર પ્રવૃત્તિઓ સાથે પણ જેટલી ફી લેવાતી હતી તેટલી ફી જ કે તેનાથી થોડી વધારે ફી સાથેની દરખાસ્ત સ્કૂલોએ કરી છે.સીબીએસઈ  બોર્ડની ઘણી મોટી ખાનગી સ્કૂલોએ ૧થી ૧.૫ લાખ જેટલી ફી માગી છે. ઘણી સ્કૂલોએ અલગથી સુવિધાઓ અને પ્રવૃત્તિઓ દર્શાવી છે અને ફી નિર્ધારણ કમિટી દ્વારા ઈત્તર પ્રવૃતિઓ અને અપાતી સુવિધાઓની ફી પણ અલગથી નક્કી કરાશે. જે સ્કૂલોએ ફરજીયાત વૈકલ્પિક રાખવાની રહેશે અને જે વાલી ઈચ્છે કે તેને સુવિધા કે ઈત્તર પ્રવૃત્તિ બાળખ માટે રાખવી છે તેની પાસેથી નક્કી કરાયેલી ફી લેવાની રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *