વાજપેયીએ ગાંગુલીના બેટ પર લખી હતી લાઇન, પાકિસ્તાનમાં ભારતે રચ્યો હતો ઇતિહાસ

Views 61

ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે નિધન થયુ છે. અટલ બિહારી વાજપેયી વિશે કહેવામાં આવે છે કે તે દેશના રાજકારણ સિવાય રમતને પણ પસંદ કરતા હતા.એક વખત તેમને ક્રિકેટના બેટ પર એક એવી લાઇન લખીને સૌરવ ગાંગુલીને આપી હતી જે બાદ ભારતે પાકિસ્તાનમાં જઇને ઇતિહાસ રચી દીધો હતો. 2004માં વાજપેયીએ પાકિસ્તાનના પ્રવાસે જઇ રહેલી ભારતીય ક્રિકેટ ટીમને સલાહ આપી હતી, તે સમયે ભારતની કમાન સૌરવ ગાંગુલીના હાથમાં હતી.

વાજપેયીએ ગાંગુલીના બેટ પર લખ્યો હતો શેર
ગાંગુલીની કેપ્ટન્સી ધરાવતી ટીમને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ બોલાવી હતી અને તેમને એક બેટ આપ્યુ હતું. બેટ પર એક કવિતા લખી હતી. વાજપેયીએ લખ્યુ હતું, ‘ખેલ હી નહી દિલ ભી જીતીયે,શુભકામનાઓ- અટલ બિહારી વાજપેયી’ મહત્વપૂર્ણ છે કે વર્ષ 2004માં ભારતે પાકિસ્તાનના પ્રવાસે 5 વન ડે અને 3 ટેસ્ટ મેચ રમી હતી.
આ સિરીઝ તમામ માટે ખાસ રહી પરંતુ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગે આ સિરીઝને એક ખાસ નામ આપ્યુ હતું. મુલતાનમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં વિરેન્દ્ર સેહવાગે 309 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જે બાદ તેને ‘મુલ્તાન કા સુલ્તાન’ના નામથી ઓળખવામાં આવતો હતો. ભારતે પાંચ મેચની વન ડે સિરીઝ 3-2થી પોતાના નામે કરી હતી. જ્યારે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી. ભારતે બન્ને ટેસ્ટ મેચ ઇનિંગ અને રનના અંતરથી જીતી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *