Jio Phone -2ની ફ્લેશ સેલ આજથી શરૂ

Views 66

રિલાયન્સ જીઓના નવા Jio Phone 2 માટે આજે ફ્લેસ સેલ ચાલુ થઇ હતી. ફોનને કંપનીની વેબસાઇટ પર વેચાણ માટે પ્રથમ વખત ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. Reliance Jioએ જુલાઇમાં કંપનીની 41મી વાર્ષિક સામાન્ય બેઠકમાં જીઓ ફોન-2ના લોન્ચની સાથે કેટલીક મોટી જાહેરાતો કરી હતી. જીઓ ફોન-2 ગત વર્ષે આવેલા જીઓ ફોનનું અપગ્રેટેડ વેરિયંટ છે.
નવો જીઓ ફોન-2 બ્લેકબેરીના જુના ક્વોર્ટી ફોનની જેમ દેખાય છે. જેમા જીઓ ફોનના દરેક ફીચર્સ આપવામાં આવ્યા છે. જે જૂના જીઓફોનને આશરે 1500 રૂપિયાની સિક્યોરીટી ડિપોઝિટની સાથે ખરીદી શકાતા હતા. જ્યારે જીઓ ફોન-2ને 2,999 રૂપિયામાં ખરીદી શકાશે.

 ફોનમાં 2000 એમએએચની બેટરી આપવામાં આવી છે. તેમજ 512 એમબી રેમ અને 4 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને એસડી કાર્ડ દ્વારા 128 જીબી વધારી શકાય છે. જીઓ ફોન-2માં વોઇસ કમાન્ડ માટે એક અલગથી બટન આપવામાં આવ્યું છે. જેનાથી ગૂગલ આસિસ્ટન્ટ તરત એક્ટિવ થઇ જાય છે. બન્ને ફોનમાં 2 મેગાપિક્સલ રિયર તેમદ વીજીએસ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *