ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક છે. એઇમ્સે લગભગ 11 વાગ્યે પ્રેસ રિલીઝ જાહેર કરી જણાવ્યું કે તેમની તબિયતમાં સુધાર નથી થયો.
બપોરે એક વાગે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ એઈમ્સ હોસ્પિટલ વાજપેયીજીની ખબર જોવા માટે પહોંચ્યા હતા.
દેશભરમાં અટલજીના સ્વાસ્થ્યમાં સુધારો થાય તેવી કામના લઈને પ્રાર્થનાઓ થઈ રહી છે. અનેક સ્થળે તેમના પ્રશંસક હવન કરી રહ્યા છે. આ પહેલા, મોડી રાત્રે એઇમ્સે અટલજીનો મેડિકલ બુલેટિન જાહેર કર્યો હતો. તેમાં જણાવ્યું હતું કે તેમની તબિયત છેલ્લા 24 કલાકમાં ઘણી બગડી ગઈ. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. એઇમ્સે ગુરુવારે જણાવ્યું કે અટલજીની સ્થિતિ નાજુક બની રહી છે. અટલજીને યૂરિન ઇન્ફેક્શનની ફરિયાદ બાદ 11 જૂનના રોજ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 9 વર્ષથી બીમાર છે.
લાલ કિલ્લા પર ભાષણમાં મોદીએ અટલજીને કર્યા યાદ
72મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા. મોદીએ કહ્યું કે, કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવતી વખતે અમે અટલજીના વિચારો પર ચાલીશું, જેઓ માનવતા, કાશ્મીરી અને ઝમહુરિયાત પર આધારિત હતા.
ત્રણ વાર વડાપ્રધાન બન્યા
વાજપેયી સૌથી પહેલા 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા. બહુમત સાબિત ન કરી કરવાના કારણે તેમણે રાજીનામું આપી દીધું. બીજા વાર તેઓ 1998માં વડાપ્રધાન બન્યા. સહયોગી પાર્ટીઓએ સમર્થન પરત લેવાના કારણે 13 મહિના બાદ 1999માં ફરી લોકસભા ચૂંટણી યોજાઈ. 13 ઓક્ટોબર 1999ના રોજ તેઓ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા. આ વખતે તેઓએ 2004 સુધી પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. 2014ના ડિસેમ્બરમાં અટલજીને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી. માર્ચ 2015માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પ્રોટોકોલ તોડી અને અટલજીને તેમના ઘરે જઈને ભારત રત્નથી સન્માનિત કર્યા.
અટલજીની ખબર કાઢવા પહોંચ્યા મોદી એઇમ્સે કહ્યું-તબિયતમાં સુધાર નહીં
Views 59