એક્ટિંગ કરિયર શરૂ કરતાં પહેલાં ડોનલ જર્નલિસ્ટ તરીકે ન્યૂઝ ચેનલમાં કામ કરતી હતી
દૂરદર્શનના શો ‘ચિત્રહાર’ને હોસ્ટ કરીને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.
‘બિગ બોસ 15’ બીજી ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. આ શોમાં કન્ફર્મ સ્પર્ધકમાં ડોનલ બિષ્ટ પણ છે. ડોનલ બિષ્ટ ઇન્ડસ્ટ્રીમાં નવી નથી. તે ટીવી તથા વેબ સિરીઝમાં કામ કરે છે.
કોણ છે ડોનલ બિષ્ટ?
ડોનલનો જન્મ રાજસ્થાનના અલવરમાં થયો છે. તે ઉત્તરાખંડમાં રહે છે. ડોનલે કોલેજના દિવસોમાંથી જ મોડલિંગની શરૂઆત કરી હતી. ડોનલે જર્નલિઝમમાં ડિગ્રી લીધી છે.
ચેનલમાં કામ કરતી
ડોનલે ન્યૂઝ ચેનલમાં જર્નલિસ્ટ તરીકે કામ કર્યું હતું. ચેનલની નોકરી છોડ્યા બાદ ડોનલે 2014માં દૂરદર્શન પર ‘ચિત્રહાર’ શોને હોસ્ટ કર્યો હતો.
2015થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી
2015થી ડોનલે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ડોનલે ટીવી સિરિયલ ‘એરલાઇન્સ’માં નાનકડો રોલ કર્યો હતો. આ સિરિયલમાં તેણે જર્નલિસ્ટનો જ રોલ પ્લે કર્યો હતો. આ જ વર્ષે તેણે ‘ટ્વિસ્ટ વાલા લવ’માં લીડ રોલ પ્લે કર્યો હતો. ‘કલશઃ એક વિશ્વાસ’માં ડોનલે સાક્ષી દેઓલની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તે એક દીવાના થા’, ‘લાલ ઇશ્ક’, ‘રૂપ મર્દ કા નયા સ્વરૂપ’ તથા ‘દિલ તો હેપ્પી હૈ જી’માં જોવા મળી હતી.
આ વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે
ડોનલે ‘ટીયા એન્ડ રાજ’ વેબ સિરીઝે પ્રોડ્યૂસ પણ કરી છે અને લીડ રોલ પ્લે કર્યો છે.
કાસ્ટિંગ કાઉચ અંગે વાત કરી હતી
ડોનલે એક ઇન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચ અને સંઘર્ષ અંગે વાત કરી હતી. ડોનલે કહ્યું હતું, ‘જ્યારે હું મુંબઈમાં નવી નવી હતી ત્યારે તેને એક શો માટે સિલેક્ટ કરવામાં આવી હતી. ફી પણ નક્કી થઈ ગઈ હતી. ડેટ્સ પણ ફાઇનલ થઈ હતી. જોકે, પછી અચાનક જ મને પ્રોજેક્ટમાંથી હાંકી કાઢવામાં આવી હતી. મારી જગ્યાએ અન્ય કોઈ એક્ટ્રેસને લઈ લેવામાં આવી હતી. આ ઘટના બાદ મને તથા મારા પેરેન્ટ્સને વિશ્વાસ થઈ ગયો કે મુંબઈમાં કોઈની પર વિશ્વાસ કરવા જેવો નથી.’ વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, ‘અહીંયા બધા લોકો ખોટું બોલે છે. મારા અભિનય પ્રત્યેના પ્રેમે જ મને આગળ વધવાની હિંમત આપી છે. ઓડિશન આપતી રહેતી હતી.’
ડિરેક્ટરે કામના બદલે સૂવાની ઑફર કરી હતી
ડોનલે કાસ્ટિંગ કાઉચ અંગે પણ ઘટસ્ફોટ કર્યો હતો. ડોનલે કહ્યું હતું કે સાઉથમાં તેને એક ફિલ્મનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. જોકે, આ વાત પણ તેના માટે ખરાબ સપના સમાન છે. ફિલ્મમેકરે રોલને બદલે સૂવાની ડિમાન્ડ કરી હતી. તે આ વાત સાંભળીને નવાઈમાં મૂકાઈ ગઈ હતી. તેણે તરત જ તે વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.
ડોનલ માને છે કે તે ખોટી રીતે કરિયરમાં આગળ વધવા માગતી નથી. તે પોતાના કામની પૂજા કરે છે. તે સંઘર્ષ કરશે, પરંતુ યોગ્ય રીતે પોતાની ઓળખ બનાવશે.
ડિરેક્ટર સાથે અફેર હતું
2019માં ડોનલના સંબંધો ‘એક દીવાના થા’ના ડિરેક્ટર પ્રતીક શાહ સાથે હતા. જોકે, અચાનક જ બંને વચ્ચે બ્રેક અપ થયું હતું અને ડિરેક્ટરના સંબંધો એક્ટ્રેસ રેહાના પંડિત સાથે બંધાયા હતા. માનવામાં આવે છે કે પ્રતીક તથા રેહાના એકબીજાની ઘણાં જ નિકટ આવી ગયાં હતાં અને તેથી જ ડોનલે બ્રેકઅપ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રતીક શાહ ગુજરાતી છે. તેનો જન્મ તથા ઉછેર મહારાષ્ટ્રમાં થયો છે.