રાજકોટમાં 53 ઈંચ વરસાદઃ હવે 09 ઈંચ વરસાદ પડે તો 100 વર્ષનો નવો વિક્રમ

Views 89

રાજકોટ મહાપાલિકાના 100 વર્ષના વરસાદી ઈતિહાસમાં 2021નું વર્ષ વિક્રમી વર્ષ તરીકે સ્થાન મેળવી જાય તો નવાઈ નહિ. વરસાદના 100 વર્ષના લેખાજોખામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ 2019માં 61 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે અને ચાલુ વર્ષે મેઘરાજા નોટઆઉટ 53 ઈંચની ધૂંવાધાર ઈનિંગ રમી ચૂકયા છે. વાતાવરણની જમાવટ મેધરાજા હજૂ લાંબી ઈનિંગ ખેલી શકે તેવા સંકેતો આપી રહી છે. 09 ઈંચ વરસાદ પડે તો નવો વિક્રમ સર્જાવાની શકયતા છે.


મહાપાલિકાના ચોપડે 1917થી 2020 સુધીનો વરસાદ નોંધાયેલો છે અને તેમાં સૌથી વધુ વરસાદ 2019માં 1528 મી.મી. યાને કે 61 ઈંચ છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સેન્ટ્રલ ઝોનનો 1322 મી.મી. યાને કે 52.88 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને વરસાદ પડવાનો ચાલુ જ છે. વરસાદને કારણે આજી-1 ડેમ બે વખત ચાલુ સાલમા છલકાઈ ચૂકયો છે. 2019 અને 2021 વચ્ચે 09 ઈંચનો તફાવત રહ્યો છે.
ચિફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે જણાવ્યું હતું કે, રાજકોટમાં 2019માં 1528 મી.મી. એટલે કે 61 ઈંચ વરસાદ પડેલો છે. ચાલુ વર્ષે 53 ઈંચ નોંધાયો છે.
વરસાદના નબળા વર્ષો
1939-6 ઈંચ
1969-9 ઈંચ
1973-7 ઈંચ
1974-8 ઈંચ
1986-8 ઈંચ
1999- 9 ઈંચ
ધોધમાર વરસાદના વર્ષો
1979-52ઈંચ
2007-52 ઈંચ
2010-54 ઈંચ
2013-51 ઈંચ
2017-52 ઈંચ
2019- 61 ઈંચ
2020-49.21 ઈંચ
2021- 53 ઈંચ ( હજુ વરસાદની સિસ્ટમ સક્રિય છે)

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *