બેટિંગ કે બોલિંગ ના કરી છતાં મળ્યા 11 લાખ રૂપિયા

Views 59

લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ તરફથી રમનારા સ્પિનર આદિલ રાશિદે અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં રાશિદ મેદાનમાં ઉતર્યો હતો પરંતુ તેને ના તો બેટિંગ કરી કે બોલિંગ અને કોઇ કેચ પણ પકડ્યો નહતો. છતાં રાશિદની ટીમ ઇનિંગ અને 159 રને મેચ જીતી ગઇ હતી. આવી ઘટના કોઇ ખેલાડી સાથે 13 વર્ષ પહેલા લોર્ડ્સમાં જ બની હતી. આવુ 2005માં ઇંગ્લેન્ડના ગેરેથ બૈટી સાથે થયુ હતું જ્યારે તે બાંગ્લાદેશ વિરૂદ્ધ રમવા ઉતર્યો હતો. આદિલ રાશિદને મેચ ફીના 12,000 પાઉન્ડ (આશરે 11 લાખ) રૂપિયા મળ્યા હતા.

ઇંગ્લેન્ડના 4 ખેલાડી સાથે જ્યારે ભારતના પણ 3 ખેલાડી સાથે આવુ બન્યું છે
રાશિદ પહેલા પણ આવા કેટલાક ખેલાડી સાથે બની ચુક્યુ છે. ઇંગ્લેન્ડના 4 ખેલાડી સાથે જ્યારે ભારતના પણ 3 ખેલાડી સાથે આવુ બન્યું છે. જે 13 ખેલાડીઓની યાદીમાં રાશિદનું નામ જોડાયુ છે તેમાં સૌથી વધુ 4 ઇંગ્લેન્ડના છે. બીજા નંબર પર દક્ષિણ આફ્રિકા અને ભારતના 3-3 ખેલાડી છે. જ્યારે ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના 2 અને ચોથા નંબર પર પાકિસ્તાનનો 1 ખેલાડી છે. ઓસ્ટ્રેલિયાના બોલર બિલ જોન્સટન સાથે ટેસ્ટ કારકિર્દીમાં આ ઘટના બે વખત બની છે.
આ અનોખુ કારનામુ કરનારા 13 ખેલાડી
બિલ જોન્સટન (ઓસ્ટ્રેલિયા), પર્સી ચૈપમૈન (ઇંગ્લેન્ડ) બેટ્સમેન બ્રાયન વેલેન્ટાઇન (ઇંગ્લેન્ડ), કૃપાલ સિંહ (ભારત), નારી કોન્ટ્રાક્ટર (ભારત), ક્રેગ મૈકડરમૈટ (ઓસ્ટ્રેલિયા), આસિફ મુજતાબા (પાકિસ્તાન), નીલ મેકેન્જી (દક્ષિણ આફ્રિકા), એશ્વેલ પ્રિંસ (દક્ષિણ આફ્રિકા), ગૈરેથ વૈટી (ઇંગ્લેન્ડ), જૈક રૂડોલ્ફ (દક્ષિણ આફ્રિકા), રિદ્ધિમાન સાહા (ભારત), આદિલ રાશિદ (ઇંગ્લેન્ડ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *