લિક્વિડ પેટ્રોલિયમ ગેસ(LPG)નો ભાવ હાલમાં આકાશને આંબ્યો છે. સરકારે ઘરેલૂ LPG સિલિન્ડરો પર આપવામાં આવી રહેલી સબસિડી પણ ખતમ કરી નાખી છે. તેમ છતાં દેશના 70 ટકાથી વધારે ભારતીય પરિવાર ભોજન બનાવવાના પ્રાથમિક ઈંધણના રૂપમાં LPGનો ઉપયોગ કરે છે. હજુ પણ 54 ટકા પરિવાર LPG કનેક્શન હોવા છતાં પારંપરિક ઈંધણનો ઉપયોગ કરી ભોજન બનાવે છે. તેનો ખુલાસો CEEWની એક સ્ટડીમાં થયો છે.
દેશના 85 ટકા પરિવારો પાસે છે LPG કનેક્શન
કાઉન્સિલ ઓફ એનર્જી, એનવાયરનમેન્ટ એન્ડ વોટરની એક સ્ટડી અનુસાર હાલના સમયમાં દેશના 85 ટકા પરિવારો પાસે LPG કનેક્શન છે. જોકે 54 ટકા ભારતીય પરિવારોએ પારંપરિક ઈંધણનો નિયમિત ઉપયોગ ચાલુ રાખ્યો છે. તે પછી માત્ર પારંપરિક ઈંધણનો ઉપયોગ હોય કે LPGની સાથે વધારાના ઈંધણના રૂપમાં. જેના અનુસાર, ભોજન બનાવવા માટે લાકડી, ઉપલા, કૃષિ અવશેષ, કોલસો અને કેરોસિન જેવા પારંપરિક ઈંધણોનો ઉપયોગ એવા પરિવાર માટે ઘરેલૂ વાયુ પ્રદૂષણનું જોખમ વધારી દે છે.
અમુક રાજ્યોમાં સ્થિતિ ખરાબ
સ્ટડીમાં જણાવવામાં આવ્યું કે બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના ગ્રામીણ ક્ષેત્રોમાં સ્થિતિ ખરાબ છે. માટે ત્યાં LPG કવરેજ અને ભોજન બનાવવા માટે પ્રાથમિ ઈંધણના રૂપમાં તેનો ઉપયોગમાં ખાસ કરીને સુધારો થવો જોઇએ. ગયા મહિને વડાપ્રધાને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0નું ઉદ્ઘાટન કર્યું હતું. જેનો હેતુ દેશમાં એક કરોડ ગરીબ અને પ્રવાસી પરિવારો માટે ફ્રીમાં LPG કનેક્શન ઉપલબ્ધ કરાવવાનો છે.
હજુ પણ 15 ટકા પરિવારો પાસે નથી LPG કનેક્શન
આ સ્ટડીમાં સીનિયર પ્રોગ્રામ લીડ શાલૂ અગ્રવાલે કહ્યું, LPGને લોકો સુધી પહોંચાડવા માટે સરકારની ઉજ્જવલા યોજનાના પહેલા સ્ટેજ હેઠળ કરવામાં આવેલા પ્રયાસો પ્રશંસનીય છે. પણ 15 ટકા ભારતીય પરિવારો પાસે હજુ પણ LPG કનેક્શન નથી. ઉજ્જવલાના બીજા ચરણમાં સુનિયોજિત રીતે લાભાર્થી ઓળખ, સંશોધિત નામાંકન પ્રક્રિયા અને જાગૃતતા અભિયાનના માધ્યમથી આ અંતરને ઓછું કરવા પર ધ્યાન આપવું જોઇએ. આ ઉપરાંત સરકારને LPG રિફિલ પર સબસિડીની ફરી શરૂઆતને પ્રાથમિકતા આપવી જોઇએ. જેથી લોકો પારંપરિક ઈંધણનો ઉપયોગ ઘટાડી શકે. જે મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે.
HBN TV NEWS