65 વર્ષના પુરુષ સાથે ફરીથી લગ્ન કરવાનો વિચાર જબરજસ્ત ભારે પડયો

Views 149

જૂનાગઢ: વંથલીનાં આખા ગામની ઘટના
સોનાના દાગીના અને રોકડની ચોરીની ફરિયાદ

વંથલી તાલુકાના આખા ગામે રહેતા 65 વર્ષના એક વૃદ્ધને પુનઃલગ્ન કરવાનો વિચાર ભારે પડયો હતો. લગ્ન માટે ઘર જોવા આવેલ બે મહિલા વૃદ્ધને ચામાં પ્રવાહી પીવડાવી બેભાન કરીને ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ  છે.
વંથલીના આખા ગામે રહેતા જયંતીભાઈ મગનભાઈ દવે (ઉં. વ.65) ગોરપદુ કરે છે. પત્નીના અવસાન બાદ ચાર વર્ષથી એકલવાયું જીવન જીવે છે. ફરી લગ્નની ઇચ્છા થતાં લગ્ન વિષયકની જાહેરખબર પર ફોન કર્યો હતો. જે ફેન નંબરમાં વલસાડથી દક્ષાબેન નામની મહિલાએ તેમની સાથે વાત કરી અને લગ્ન માટે તેમનું ઘર જોવા માટે આવવાની વાત કરી હતી.
દક્ષાબેન અને તેની મોટી બહેન બંને જયંતીભાઇના ઘરે આવ્યા હતા. જયંતીભાઈએ પોતાની મિલકત, દાગીના દક્ષાબેનને બતાવ્યા હતા. જેમાં લગ્નની વાત આગળ ચાલી હતી. રાતના સમયે જયંતીભાઈ અને દક્ષા બેન અને તેની મોટીબહેન ઘરે એકલા હતા ત્યારે ચાની અંદર ઘેન દવા પીવડાવીને જયંતીભાઈને બેભાન કરી દીધા હતા. દક્ષાબેન ઘરમાંથી 20 હજાર રોકડા, સોના-ચાંદીના દાગીના, વાસણોની ચોરી કરીને નાસી ગયા હતા.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *