પંચમહાલ:-કાલોલ ના મોટી શામળદેવી ગામમાં ગણપતિ મહોત્સવ માં નાની નાની બાળકીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી

Views 60

પંચમહાલ:-કાલોલ ના મોટી શામળદેવી ગામમાં ગણપતિ મહોત્સવ માં નાની નાની બાળકીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી
આજે આપણે બધા જ આપણા ઘરે ઘરે અને ગલીએ ગલીએ ગણપતિ દાદાની સ્થાપના કરિયે છે.અને દસ દિવસ ભક્તિ ભાવથી તેની પૂજા અર્ચના કરીએ છીએ. અને એ ભક્તિ ના ફળ સ્વરૂપ ગણપતિ દાદા આપણી મનની મનોકામના પૂર્ણ કરે છે.
પરંતુ હાલ ચાલતી કોરોના મહામારીના કારણે સંક્રમણ વધુ ના ફેલાઈ તે માટે સરકાર તરફથી આપણને મળેલ ગાઈડ લાઈન મુજબ જાહેરમાં દર વર્ષની જેમ તહેવારો,મેળાઓ બધું બંધ છે.અને આ વખતે તેનું પાલન કરી બધાએ જ ગણપતિ સ્થાપના પણ પોત પોતાના ઘરમાં નાની નાની મૂર્તિઓ લાવી કરી છે.જેથી કરી વધારે લોકો ભેગા ના થાય અને વ્યવસ્થા પણ જળવાઈ રહે.ત્યારે કાલોલ નગર અને આજુબાજુના ગામમાં પણ બિલકુલ સાદગાઈથીગણપતિની પૂજા કરવામાં આવી.ત્યારે મોટી શામળદેવી ગામમાં પણ બિલકુલ સાદગાઈથી પોતાના ઘરમાં માં પૂજા અર્ચના કરવામાં આવી.અને નાની બાલિકાઓ દ્ધારા ગણપતિ દાદાને પ્રાર્થના કરવાંમાં આવી કે આ કોરોના જેવી જીવલેણ મહામારીમાં થી જલ્દીથી વિશ્વ બહાર આવે અને કોરોના ના ભરડાંમાં આવેલા લોકો જલ્દીથી સ્વસ્થ થઈને પોતાના ઘરે આવે તેવી વંદના કરવામાં આવી .
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *