રાત્રિ દરમિયાન સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે
મહેસાણા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં 100 બ્રેથ એનેલાઈઝર ફાળવાયા
31 ડિસેમ્બરની ઊજવણીને લઈ મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને ખાસ પીધેલાઓને પકડવા માટે રાત્રિ દરમિયાન બ્રેથ એનેલાઈઝર થકી લોકોની તપાસવામાં આવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઊજવણીને લઇ દારૂ પીને છાકટા બનતા લોકોને પકડવા માટે 100 જેટલા બ્રેથ એનેલાઈઝર થકી રાત પડતાની સાથે જ લોકોને તપાસવામાં આવી રહ્યા છે.
ચોરીના બનાવોને અટકાવવા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા સિનિયર પોલીસ અધિકારીઓને નાઈટ પેટ્રોલિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથે ઘેર બેઠા ખૂબ જ શાંતિથી નવા વર્ષની ઊજવણી કરવા માટે લોકોને અપીલ પણ કરાઈ છે. દારૂબંધીને લઈ સ્પેશિયલ ડ્રાઇવ ગોઠવવામાં આવી રહી છે અને ચોરીના બનાવો અને અટકાવવા જિલ્લામાં બહારથી આવી રહેલા શ્રમિકોનું પણ ચેકિંગ કરાઈ રહ્યું છે.