હિંમતનગરના દેરોલ ગામની સીમમાંથી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો; ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ

Views 129

સાબરકાંઠા એસઓજીની ટીમે હિમતનગરના દેરોલ નજીકથી બાતમીના આધારે બંદૂક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ અંગે એસઓજીએ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. તો પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોધી બંદૂક સાથે શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે એસઓજીના પીઆઈ એન.એન.રબારીએ જણાવ્યું હતું કે, એસઓજીના પીએસઆઈ કે. બી. ખાંટ અને સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ભાવેશકુમાર રામજીભાઇને બાતમી મળી હતી કે, દેરોલ ગામની સીમમાં નદી કિનારે ગૌચરમાં એક શખ્સ હાથમાં બંદૂક લઇને ફરે છે. જેણે કાળા કલરનું જાકેટ તથા પેન્ટ પહેરેલ છે. બાતમીના આધારે એસઓજી પોલીસે સ્થળ પર પહોંચીને અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ગોજવા ગામના રસુલભાઇ ઝખરાભાઇ સીંધીને દેશી બનાવટી ખુલ્લીદાર બંદૂક કિંમત રૂપિયા ૫ હજાર સાથે ઝડપી લઇ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં આર્મસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *