હવેથી ગુજરાત રાજ્યના છેવાડા ના ગામો પણ પાણી નો લાભ મેળવી શકશે
ગુજરાત રાજ્યમાં પીવાનાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા ગુજરાત પાણી પુરવઠા બોર્ડે મહત્વની જાહેરાત કરી છે. પીવાનાં પાણીની સમસ્યાથી છુટકારો મળી રહે તે માટે પીવાના પાણીની ફરિયાદને નોંધવા માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડે એક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જેની પર રાજ્યનો કોઇ પણ નાગરિક પીવાનાં પાણીની સમસ્યાઓ જેવી કે હેન્ડપંપ રિપેરીંગ, મીની પાઇપ યોજનાનું રિપેરીંગ તથા સોસાયટીને લગતી અન્ય કોઇ પણ સમસ્યાઓને લગતી ફરિયાદ નાગરિકો ‘1916’ નંબર પર કરી શકે છે.
ગુજરાત પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં પીવાનાં પાણીને લગતી ફરિયાદો જેમાં પાઇપલાઇનનાં ભંગાણથી લઇને પાણીની ચોરી થતી હોય અથવા કોઇ વિસ્તારમાં જો પાણીનો ખોટો વ્યય થતો હોય તો તેવાં કિસ્સામાં પાણી અંગેની કોઈ પણ ફરિયાદ નાગરિકો નોંધાવી શકે છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઇન ફરિયાદ નોંધી શકાય તે માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે પાણીની કોઇ પણ સમસ્યાને લગતી ઓનલાઈન ફરિયાદ https://ws.gujarat.gov.in/ વેબસાઈટનાં New Complaint સેક્શન મારફતે નવી ફરિયાદ નોંધાવી શકાશે.
સાથે જો ક્યારેક પાણીને લગતી કોઇ પણ સમસ્યાને લગતો આ ટોલ ફ્રી નંબર ‘1916’ જો વ્યસ્ત આવે તો તેવાં સમયે નાગરિક પાણીને લગતી ફરિયાદને આપવામાં આવેલાં અન્ય નંબર 1800 233 3944 ઉપર પણ નોંધાવી શકાશે તેવું ગુજરાત પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અજયસિંહ ચૌહાણ પંચમહાલ
હવેથી ગુજરાત રાજ્યના છેવાડા ના ગામો પણ પાણી નો લાભ મેળવી શકશે
Views 81