હવસખોર પતિ:જેતપુરમાં ડોક્ટર પતિ મોબાઇલમાં બિભત્સ વીડિયો જોઇ પત્ની પાસે તે મુજબ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો, ના પાડે તો માર મારતો

Views 73

સાસુ માતા-પિતાના ઘરેથી તું સોનાના દાગીના લઇ આવ તેમ કહી શારીરિક-માનસિક ત્રાસ આપતા

પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
                                                                                        પ્રતિકાત્મક તસવીર.

                રાજકોટનાં જેતપુરમાં રહેતા તબીબ વિરુદ્ધ તેની પત્નીએ ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધવી છે. જેમાં તબીબ પતિ સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. જેમાં પતિએ તેના મોબાઇલમાં બિભત્સ વીડિયો જોઇ તે પ્રમાણે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો અને ના પાડતા પત્ની સાથે ઝઘડો કરી તેને માર મારતો હતો. તેમજ મોટું ક્લિનિક બનાવવા રૂપિયાની માગણી કરી પતિ અને સાસરિયાઓ ત્રાસ આપતા હોય આ અંગે જેતપુર પોલીસમાં તબીબ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પીડિત પત્ની હાલ પિતાના ઘરે રહે છે
જેતપુરમાં રહેતી અંજલી (નામ બદલાવ્યું છે)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ ડો.હર્ષ (નામ બદલાવ્યું છે) તથા સાસુનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અંજલી હાલ પિતા ઘરે રહે છે અને ઘરકામ તેમજ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અંજલીના લગ્ન જેતપુરના આયુર્વેદિક ડોક્ટર હર્ષ સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ આશરે બે મહિના અંજલીનો ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. ત્યારબાદ પતિ હર્ષ તેના મોબાઇલમાં બિભત્સ વીડિયો જોઇ તે પ્રમાણે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.

સાસુ સોનાના દાગીના લઇ આવવા ટોણા મારતા
પત્ની તેને આવું કરવા ના પાડતા હર્ષ તેની સાથે ઝગડો કરી તેને માર મારતો હતો. તેમજ સાસુ માતા-પિતાના ઘરેથી તું સોનાના દાગીના લઇ આવ તેમ કહી શારીરિક-માનસિક ત્રાસ આપવાનું ચાલુ કરી દીધું હતું. પતિએ ક્લિનિક બનાવવા પિતાના ઘરેથી રૂપિયા લાવવા વારંવાર કહેતા આખરે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *