હકુભાની ટિકિટ કાપી રિવાબાને અપાઈ

હકુભાની ટિકિટ કાપી રિવાબાને અપાઈ
Views 136

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા જેમાં જામનગર ઉત્તરના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનું નામ પણ સામેલ છે, જેને લઈને રિવાબાએ આજે 78 વિધાનસભા બેઠક પરથી પ્રાંત કચેરીમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સાંસદ પૂનમ માડમ, રિવાબાના પતિ રવિન્દ્રસિંહ જાડેજા અને હકુભા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. 

હકુભાની ટિકિટ કાપી રિવાબાને અપાઈ

ઉલ્લેખનિય છે કે, આ બેઠક પરથી હકુભા જાડેજાની ટિકિટ કાપી રિવાબાને ટિકિટ અપાઈ છે. જોકે ટિકિટ કપાયા બાદ હકુભા જાડેજાને નારાજ થયા હતા અને તેમને મનાવવા માટે તેમને જામનગરની ત્રણ બેઠકો જીતવાની જવાબદારી સોંપવામાં આવી હતી. હકુભાને જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામનગર ગ્રામ્ય બેઠકના ઈન્ચાર્જ બનાવાયા છે.

રિવાબાએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો

તાજેતરમાં જ રિવાબાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રિવાબાએ જણાવ્યું હતું કે, હું બહેન, દીકરી, યુવાનો, ગરીબો સહિત છેવાડાના માનવી સુધી સારી રીતે પહોંચી શકુ અને તેઓની સેવા કરી શકુ તે માટે જ રાજકીય ક્ષેત્રે આવી છું. હું ભાજપના એક જ મંત્ર વિકાસના મુદ્દા સાથે લોકો પાસે જઈશ.

રવિન્દ્ર જાડેજાએ વીડિયો શેર કરી આ અપીલ

આ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ક્રિકેટ રવિન્દ્ર જાડેજા પણ જોવા મળશે. દરમિયાન રવિન્દ્ર જાડેજાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ કહે છે કે, જય માતાજી, હું છું રવિન્દ્ર જાડેજા… મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટપ્રેમીઓ આપ સૌ તે જાણો છો કે ચૂંટણી આવી ગઈ છે અને T20 મેચની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપના નેતાઓએ  મારી પત્ની રિવાબા પર ઉમેદવારીનો કળશ આપ સૌ ભરોસે ઢોળ્યો છે. તો તેઓ 14 નવેમ્બરે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. જામનગરની પ્રજાને, ભાજપને અને જડ્ડુના ચાહકોને શ્રેષ્ઠ વિજય માહોલ બનાવવાની જવાબદારી તમારા સૌના ઉપર છે. જય માતાજી.

3 વર્ષ પહેલા ભાજપના જોડાયા હતા

રિવાબા જાડેજા મૂળ રાજકોટના રહેવાસી છે અને તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. રિવાબાએ મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે. રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે. રિવાબાએ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. 3 વર્ષ પહેલા ભાજપમાં જોડાનાર રિવાબા જાડેજા અત્યારે ખુબ ચર્ચામાં રહ્યા છે

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *