સ્વાધ્યાય પરિવાર દ્ધારા ઉજવવામાં આવતો ૧૯ ઓક્ટોબર સાચા અર્થમાં મનુષ્ય ગૌરવ દિન કઈ રીતે

Views 53

એવું કહેવાય છે કે મનુષ્ય ને સાચા અર્થમાં મનુષ્ય તરીકેની ઓળખ  કરાવનાર સ્વાધ્યાય પરિવારનાં પ્રણેતા મહારાષ્ટ્ર  ના રોહા ગામના પ. પૂજય. પાંડુરંગ શાસ્ત્રી જેમને સમગ્ર સ્વાધ્યાય પરિવાર પ્રેમથી दादा કહે છે તેમનો આજે જન્મ દિવસ છે. સ્વાધ્યાય પરિવાર ના ભાઈઓ દ્વારા દાદાજી ને એકવાર પૂછવામાં આવ્યું કે દાદાજી અમારે તમારો જન્મ દિવસ ઉજવવો છે.ત્યારે દાદાજી એ  કહ્યું કે જો સાચા અર્થમાં તમારે જન્મ દિવસ ઉજવવો જ હોય તો *મનુષ્ય ગૌરવ દિન* તરીકે તમે ઉજવો.ત્યારથી લઈને આજદિન સુધી સમગ્ર સ્વાધ્યાય પરિવાર 19 ઓક્ટોબર ના પવિત્ર દિવસે સાચા અર્થમાં મનુષ્યને માણસ તરીકે ની ઓળખાણ કરાવનાર દાદાજી ના જન્મ દિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવે છે.આજના પવિત્ર દિને દર વર્ષે લાખોની સંખ્યામાં સ્વાધ્યાય પરિવાર જેમાં નાનાં નાનાં બાળકો,યુવાનો, યુવતીઓ  અને વડીલો ભેગા થઈને દાદાજી પ્રત્યેની ભાવવંદના વ્યક્ત કરે છે.દાદાજી એ લાખો ઘર પરિવાર  બદલ્યા છે.દાદાજીએ  ભારતીય સંસ્કૃતિ ને સાચા અર્થમાં વિસ્તારિત કરવા માટે  એક એવું પ્લેટફોર્મ આપ્યું કે જયાં બધા આપણી સંસ્કૃતિ ને સમજે,વિચારે અને પોતાના જીવનમાં ઉતારે દાદાજી એ દરેક વાત પેહલા જાતે કરી છે અને પછી બીજાને આપી છે .નાના બાળકો માટે બાળ સંસ્કાર કેન્દ્ર,યુવાનો માટે યુવાકેન્દ્ર, યુવતીઓ માટે યુવતી કેન્દ્ર,સ્વાધ્યાય કેન્દ્ર, વિડીઓ કેન્દ્ર…..અને માછીમાર ભાઈઓ માટે મત્સ્યગંધા,ખેડૂત ભાઈ માટે યોગેશ્વર કૃષિ ,હીરા મંદીર,વૃક્ષ મંદિર, પતંજલિ ચિકિત્સાલય
,એકવીરા, ઘરમંદિર વગેરે જેવા પ્રયોગો આપીને કેટલાય લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. વ્યક્તિની અંદર કુટુંબ ભાવના વિકસે અને  કુટુંબ મજબૂત બને તે માટે દરેક  સ્વાધ્યાય પરિવાર ના ઘરમાં સાંજે  ૮:૩૦ વાગે કુટુંબ પ્રાર્થના થાય છે.જે વધારે મહત્વની વાત છે.દાદાજી એ જન્માષ્ટમી, ગીતાજ્યંતી ના અવસરે લાખો યુવાનોને બોલતાં કર્યાં છે.તેથી આજે દરેક યુવાન અને યુવતીઓ ના  હદયમાંથી ગુંજી ઉઠે *લાખો જીવન યુ બદલાયે દાદાજી ,અભિભૂત હું નમન કરું હું દાદાજી…દાદા તવ સાથ મળ્યો ,અમને હુંફાળો છૂટી ગઈ સઘળી આ જગની ઝંઝાળો*… માણસ ની પહેલી ઓળખ માણસ છે.પદ ,પ્રતિષ્ઠા કે પૈસા નહીં પરંતુ સૌપ્રથમ માણસ ની પ્રથમ ઓળખ એ પોતે માણસ છે તે હોવી જોઈએ. તેના માટે દાદાજી એ પોતાના જીવનનું હાડકાનું ખાતર અને લોહીનું પાણી કરી અને વિશ્વના અંતિમ વ્યક્તિ સુધી વેદ નો, પ્રભુ નો વિચાર લઈ જવાનો આજીવન ભગીરથ પ્રયત્ન કર્યો

એક વખત અમેરિકાની વિશ્વ હિન્દુ ધર્મ પરિષદ માં સ્વામી વિવેકાનંદ ને કહ્યુ હતુ કે,મને સો નચિકેતા આપો હું વિશ્વ ને બદલી નાખીશ ત્યારે દાદાજીએ સો નચિકેતા માંગ્યા નહિ પરંતુ એવા  યુવાનો તૈયાર કર્યાં. દાદાજીની  આજીવન અયાચક વ્રતનું પાલન કર્યું છે.દાદાજી એ એમના પિતા પાસે પણ કશું માગ્યું નથી.દાદાજી આજીવન નિસ્વાર્થ ભાવે ભાવફેરી ,ભક્તિ ફેરી માં  ગયા ત્યાં ટાઈમ,ટિફિન અને ટીકીટ પોતાનું લઈને જતા અને આજે એજ રસ્તે લાખો સ્વાધ્યાય પરિવાર ભાવફેરી, ભક્તિફેરી કરતો રહ્યો છે

જેથી આવા મહાન વ્યકિત્વ ધરાવતા દાદાજી માટે હદયથી ગાવાનું મન થાય *જન સાગર સાગર કે તટ પર ,ગુણ સાગર કે સંગ આયા હૈ,દાદા કા પાવન જન્મ દિવસ સાનંદ મનાને આયા હૈ….* આજના પવિત્ર દિને દાદાજી ને કોટી કોટી વંદન.

બ્યુરો રીપોર્ટ પંચમહાલ-ભાવિનભાઈ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *