સોનાના ભાવ આવનારા દિવસોમાં ઘટશે, કારણ જાણો…

Views 139

ફેડના ટેપરિંગને ઝડપી બનાવવાના સંકેત પાછળ સોનામાં વધુ ઘટાડાની શક્યતા

ગયા સપ્તાહે 1875 ડોલર પર જોવા મળેલું સોનું ગગડી 1800 ડોલર નીચે

ચાલુ કેલેન્ડરમાં ફેડની છેલ્લી બેઠક 14-15 ડિસેમ્બરે બેઠક યોજશે.

એશિયન બજારોમાં સોનું ગુરુવારે સવારે સુધારા સાથે ટ્રેડ દર્શાવતું હતું. જોકે તે 1800 ડોલર નીચે જ ટ્રેડ થઈ રહ્યું હતું. ફેડ રિઝર્વની બેઠકની મિનિટ્સમાં ટેપરિંગ ઝડપી બની શકે તેવા સંકેતો પાછળ સોનામાં વધુ ઘટાડાની શક્યતા છે. કોમેક્સ ગોલ્ડ ફ્યૂચર્સહાલમાં 1792 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો છે. ગુરુવારે આૃર્યની બાબત એ હતી કે ટેપરિંગ ઝડપી બનવાના અહેવાલ વચ્ચે ડોલરમાં પણ નરમાઈ જોવા મળી હતી. બુધવારે યુએસનો જીડીપી ડેટા 2.1 ટકા પર જોવા મળ્યો હતો. જ્યારે સપ્તાહ દરમિયાન જોબલેસ ક્લેમ્સ 1.99 લાખ પર રહ્યાં હતાં. આ બંને ડેટા અપેક્ષાથી સારા રહ્યાં હતાં. જે ફેડના ટાર્ગેટની દિશામાંના હતાં. દરમિયાનમાં યુરોપિયન સેન્ટ્રલ બેંકના બોર્ડ સભ્યે ઈસીબીને બોરોઇંગ કોસ્ટ નીચે જાળવી રાખવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઈન્ફ્લેશન હજુ કાબૂ બહાર જોવા મળી રહ્યું નથી અને તેથી તેને લઈને બહુ ચિંતા કરવાની જરૂર નથી.
બુધવારે રજૂ કરવામાં આવેલી ફેડની મિટિંગ દર્શાવતી હતી કે સેન્ટ્રલ બેંકના વધુને વધુ અધિકારીઓમાં એસેટ ટેપરિંગને ઝડપી બનાવવું જોઈએ તેમ માની રહ્યાં છે. જો ઈન્ફ્લેશન ઊંચા સ્તરે ટકી રહેશે તો તેઓ ચોક્કસ ટેપરિંગને ઝડપથી બંધ કરવા માટે દબાણ કરી શકે છે. ફેડના નીતિ ઘડવૈયાઓએ અપેક્ષા કરતાં ઝડપી ઈન્ટરેસ્ટ રેટ વૃદ્ધિનો પણ સંકેત આપ્યો છે.
યુએસ ખાતે તાજેતરમાં રજૂ થયેલા મજબૂત એમ્પ્લોયમેન્ટ ડેટાને જોતાં ફેડ રિઝર્વ ડિસેમ્બરમાં યોજાનારી તેની મોનેટરી સમીક્ષા બેઠકમાં ટેપરિંગને ઝડપી બનાવી ટૂંકાગાળામાં જ બોન્ડ બાઇંગને અટકાવે તેવી શક્યતા જોવાઈ રહી છે. ચાલુ કેલેન્ડરમાં છેલ્લી બેઠકમાં ફેડ 14-15 ડિસેમ્બરે બેઠક યોજશે. અગાઉ નવેમ્બર મહિનાથી ફેડે તેના માસિક 120 અબજ ડોલરના બોન્ડ બાઇંગમાં 15 અબજ ડોલરના દરે ઘટાડાની જાહેરાત કરી હતી. જેને જોતાં જૂન 2022 સુધીમાં તેનું બોન્ડ બાઇંગ બંધ થવાનું હતું.
ફેડ બેઠકની મિનિટ્સમાં કેટલાંક ફેડ અધિકારીઓ ટેપરિંગને ઝડપી બનાવવાના પક્ષમાં હોવાનું જણાયું હતું. જોકે ફેડે અગાઉ 15 અબજ ડોલરના દરે બોન્ડ ખરીદી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. અર્થશાસ્ત્રીઓ માને છે કે ફેડ ભલે બોન્ડ બાઇંગને ઝડપથી સમાપ્ત નથી કરી રહી પરંતુ ઈન્ફ્લેશન સામેની લડાઈને લઈને તેઓ સખત નિવેદનો આપવાનું ચાલુ રાખશે. જો હવે પછી રજૂ થનારો ઈન્ફ્લેશનનો ડેટા આકરો હશે તો ફેડ રિઝર્વ બોન્ડ બાઇંગ કાર્યક્રમને અપેક્ષા કરતાં ઝડપી ઘટાડી શકે છે. જેને જોતાં આગામી 14-15 ડિસેમ્બરે મળનારી ફેડ એફઓએમસીની બેઠક બજારોથી લઈને સહુ કોઈ માટે ખૂબ મહત્ત્વની બની રહેશે. જો ફેડ રિઝર્વ ટેપરિંગને ઝડપથી પૂરું કરશે તો રેટ વૃદ્ધિ માટે પણ તે અગાઉ કરતાં વહેલો નિર્ણય લઈ શકે છે.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *