બે ભેજાબાજોએ ૨.૨૦ લાખ પડાવી લીધા : છેતરાયેલા અન્ય યુવકોને શોધતી પોલીસ
વડોદરા,સિંગાપોરમાં માસિક ૧.૩૦ લાખની નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનાર બ ેભેજાબાજો વિરૃદ્ધ માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બે ભેજાબાજોની જાળમાં ફસાયેલા અન્ય લોકોની પણ વિગતો પોલીસ મેળવી રહી છે.
મકરપુરા ગામ તુલસીનગરમાં રહેતા સૂરજ ગૌરીશંકર સીંગ મંજુસર જી.આઇ.ડી.સી.ની ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.સૂરજે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,તે કંપનીના કર્મચારીઓ અંદરો અંદર વિદેશ જવાની તેમજ સારા પગારની નોકરીની વાત કરતા હતા.મારી પણ ઇચ્છા વિદેશ જવાની હતી.મને આશિષ હર્ષદભાઇ બારોટ (રહે.સંસ્કારનગર દર્શન સોસાયટી,જાંબુવા બાયપાસ) નો મોબાઇલ નંબર મળ્યો હતો.જેથી,મેં તેને ફોન કરી વિદેશ જવાની માહિતી લીધી હતી.તેણે મને જણાવ્યું હતું કે,તમારી કંપનીમા ંગાડી ચલાવતા સંજય ત્રિવેદીના વિઝા આવી ગયા છે.તમારે સિંગાપોર જવું હોય તો કહેજો.
મે સંજય ત્રિવેદીને પૂછતા તેણે મને સિંગાપોરના વિઝા બતાવ્યા હતા.અને આ વિઝા આશિષ બારોટ કરી આપ્યા હોવાનું કહ્યું હતું.બીજા દિવસે હું તથા સંજય ત્રિવેદી મકરપુરા ગામ પાસે આશિષ બારોટને મળવા ગયા હતા.આશિષે મને કહ્યું હતું કે,સીંગાપોર જવાનો ખર્ચ અઢી લાખ થશે.તમને ૧.૩૦ લાખ પગાર મળશે.મારી પાસે આટલા બધા રૃપિયા ન હોય.મેં જવાની ના પાડી હતી.પરંતુ,આશિષ મને સમજાવવા લાગ્યો હતો.તે જ દિવસ સાંજે આશિષ બારોટ તથા સંજય ત્રિવેદીનો ભાઇ હાર્દિક (રહે.શ્રીકુંજ રેસિડેન્સી,આલમગીર ગામ )મારા ઘરે આવ્યા હતા.અને મારા માતા પિતાને સમજાવ્યા હતા.અને તમારો ખર્ચ માત્ર બે મહિનામાં વસુલ થઇ જશે,તેવું કહ્યું હતું.એક મહિનાની અંદર સિંગાપોર મોકલી આપવાનુ ંકહ્યું હતું.
ત્યારબાદ હાર્દિક ત્રિવેદીએ મને વોટ્સએપ પર વિઝા મોકલી આપ્યા હતા.પરંતુ,મેં તપાસ કરતા વિઝા નકલી હોવાનું જણાયું હતું.આશિષે મને કહ્યું હતું કે,તમામ રૃપિયા મેં મારા બિઝનેશ પાર્ટનર હર્ષ અશ્વિનભાઇ રાવલને આપ્યા છે.આશિષ બારોટે મને નોટરી રૃબરૃ કરાર પણ કરી આપ્યો હતો.પરંતુ,આશિષ અને તેના બિઝનેશ પાર્ટનર હર્ષ રાવલે મને સિંગાપોરના વિઝા અપાવ્યા નથી અને મારા રૃપિયા પણ પરત આપ્યા નથી.
પત્ની અને મમ્મીના દાગીના ગીરવે મુકી રૃપિયા આપ્યા
અન્ય એક યુવક પાસેથી પણ ૬૦ હજાર પડાવ્યા હતા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
સૂરજે પોલીસને જણાવ્યું હતું કે,આશિષની વાતોમાં આવીને મેં મારી પત્ની અને મમ્મીના દાગીના ફાયનાન્સ કંપનીમાં ગીરવે મુકી ૧.૮૦ લાખ લીધા હતા.આ રૃપિયા આશિષના એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.તેમજ ૪૦ હજાર રોકડા આપ્યા હતા.આરોપીઓએ અન્ય એક વ્યક્તિ દિપક યુગલાલ પ્રસાદ (રહે.પંચશીલનગર,માણેજા) પાસેથી પણ આ લોકોએ સિંગાપોરના બહાને ૬૦ હજાર પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આશિષ બારોટે મને અગાઉ કહ્યું હતું કે,મોરેસિયસ જવાનું ચાલી રહ્યું છે,જેમાં ૪૦ હજાર ખર્ચ થશે. અને તમને ૩૫ હજાર પગાર મળશે.પરંતુ,મને પગાર ઓછો લાગતા મેં ના પાડી હતી..