28 વર્ષનો પ્રાંશુક કાંઠેડ અમેરિકાની કંપનીમાં સવા કરોડના પેકેજ પર ડેટા સાયન્ટિસ્ટ હતો. અચાનક તેને સંસારિક જીવનમાંથી મોહભંગ થઈ ગયો. તે સંસારની મોહમાયા છોડીને સંયમના માર્ગે પ્રયાણ કરશે. દોઢ વર્ષ પહેલાં તે અમેરિકાથી નોકરી છોડીને દેવાસ આવી ગયો હતો. તે આજે એટલે કે સોમવારે જૈન સંત બનશે. તેને પ્રવર્તક જિનેન્દ્ર મુનિજી દીક્ષા અપાવશે. યુવાનોમાં આજના અત્યાધુનિક યુગમાં પણ ધર્મ પ્રત્યેની આસ્થા અને દૃઢતા દેખાઈ રહી છે.
હાટપિપલ્યા ખાતે આયોજિત દીક્ષા સમારોહમાં પ્રાંશુક સાથે તેના મામાનો પુત્ર MBA પાસ થાંદલાના રહેવાસી મુમુક્ષુ પ્રિયાંશ લોઢા અને રતલામનો મુમુક્ષુ પવન કાસવાન દીક્ષિત પણ સંયમનો માર્ગ અપનાવશે.
મધ્યપ્રદેશના દેવાસના હાટપિપલ્યાના રહેવાસી પ્રાંશુકના પિતા રાકેશ કાંઠેડ એક બિઝનેસમેન છે. હવે તેમનો આખો પરિવાર ઈન્દોરમાં રહે છે. પિતા રાકેશે જણાવ્યું હતું કે પ્રાશુંકે ઈન્દોરમાંથી GSITS કોલેજથી BE કર્યું છે. વધુ અભ્યાસ માટે તે અમેરિકા ગયો હતો. એમએસ કર્યા પછી પ્રાંશકે અમેરિકામાં જ 2017માં ડેટા સાયન્ટિસ્ટની નોકરીમાં જોડાયો હતો. તેનું વાર્ષિક પેકેજ રૂ.1.25 કરોડ હતું. વિદેશમાં રહીને પણ તેઓ ગુરુ ભગવંતોનાં પુસ્તકો વાંચતો હતો. તે ઈન્ટરનેટ દ્વારા તેમના પ્રવચન સાંભળતો હતો. નોકરીથી નારાજ થઈને જાન્યુઆરી 2021માં નોકરી છોડીને ઘરે પરત ફર્યો. ઘરમાં પ્રાંશુંકનાં માતા અને એક નાનો ભાઈ છે.
પિતાએ જણાવ્યું હતું કે પ્રાંશુકને બાળપણથી જ ધાર્મિક કાર્યો તરફ લગાવ હતો. 2007માં તે ઉમેશ મુનિજીના સંપર્કમાં આવ્યો. તેમના વિચારોમાંથી પ્રભાવિત થઈને તેને વૈરાગ્યની તરફ આગળ વધવાની પ્રેરણા મળી. ત્યારે ગુરુ ભગવંતે તેમને સંયમ માર્ગ માટે સંપૂર્ણ લાયક ન ગણ્યા. એ પછી તે ધાર્મિક કાર્યો સાથે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 2016માં ફરી એકવાર અભ્યાસ દરમિયાન વૈરાગ્ય ધારણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગુરુદેવે વધુ લાયક થવાની વાત કરી હતી. એ બાદ તે અમેરિકા ગયો હતો.
દોઢ વર્ષ પહેલાં નોકરી છોડીને ભારત આવ્યો હતો
2021માં તેણે અમેરિકાથી નોકરી છોડી દીધી અને વૈરાગ્ય અપનાવવાના સંકલ્પ સાથે ફરી એકવાર ભારત આવ્યો. આ પછી ગુરુ ભગવંતોના સાંનિધ્યમાં રહેવા લાગ્યો હતો. ગુરુદેવ દ્વારા આ માર્ગ માટે યોગ્ય માનવામાં આવતાં પ્રાંશુકે તેનાં માતા-પિતાને વૈરાગ્ય ધારણ કરવાની વાત કરી હતી. માતાપિતાએ લેખિતમાં મંજૂરી ગુરુદેવ જિનેન્દ્ર મુનિજીને આપી હતી. દેશના ખૂણે-ખૂણેથી જૈન મુનિઓ હાથપિપળિયામાં પધારશે. જેમની હાજરીમાં પુત્ર દીક્ષા ગ્રહણ કરશે. દીક્ષા ગ્રહણ કર્યા પછી પ્રાંશુક સોશિયલ મીડિયાની સાથે સાથે તેના ઘરથી પણ દૂર થઈ જશે. તેના જીવનમાં સંપૂર્ણપણે પરિવર્તન આવશે.
હવે હું જૈન મુનિ બનવા તૈયાર છું- પ્રાંશુક હું અમેરિકામાં ડેટા સાયન્ટિસ્ટ હતો. હવે મેં રાજીનામું આપી દીધું છે. હું જૈન મુનિ બનવાના માર્ગ પર છું. મારા ગુરુ ભાગવંતના પ્રવચન વગેરે સાંભળ્યા પછી,મેં સંસારની વાસ્તવિકતા જાણી છે. ખરેખર સંસારનું જે સુખ છે એ પળભરનું છે. એ ક્યારેય આપણને સંતોષ આપી શકતું નથી, પરંતુ તૃષ્ણા વધારે છે. વાસ્તવમાં જે શાશ્વત સુખ છે એ મેળવવાનો પ્રયાસ કરવો જ જીવનની સાર્થકતા છે, તેથી જ હું જૈન મુનિ બનવાના માર્ગ તરફ પ્રયાણ કરશે.
આ રીતે દીક્ષા ગ્રહણ કરાવાશે
મુખ્ય દીક્ષા સમારોહમાં ત્રણેય મુમુક્ષુ ભાઈઓ મહાભિનિષ્ક્રમણ યાત્રા કાઢીને કૃષિપેદાશ બજાર પરિસરમાં સ્થિત દીક્ષા ઉત્સવ પંડાલમાં પહોંચશે, જ્યાં પ્રવર્તક જિનેન્દ્ર મુનિજી હજારો લોકોની હાજરીમાં ત્રણ મુમુક્ષુ આત્માઓને દીક્ષા ગ્રહણ કરાવશે. આ દરમિયાન 53 સંયમી આત્માઓનું પવિત્ર સાંનિધ્ય રહેશે.