વ્યારા તાલુકાના માયપુર ગામની જાત મુલાકાત લેતા કલેકટરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ

Views 188

વ્યારા: તા: ૨૧:  તાપી જિલ્લામાં “કોરોના” નો એક પોઝેટિવ કેસ સામે આવતા જિલ્લા વહીવટી તંત્રે તકેદારીના તમામ પ્રયાસો સાથે  અગમચેતીના પગલા લીધા છે.
આ સંદર્ભે વ્યારા તાલુકાના માયપુર ગામની જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણી એ જિલ્લા વિકાસ અધિકારી કુ. નેહા સિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એન.એન.ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હર્ષદ પટેલ તથા તેમની ટિમ સાથે આ ગામની જાત મુલાકાત લઈ, જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મુલાકાત દરમિયાન સમગ્ર માયપુર ગામને સેનેટાઇઝ કરવા સાથે ગ્રામીણજનોને ઘર બહાર નહીં નીકળવા માટે સમજાવવામાં આવ્યા હતા.
કલેકટરશ્રી સહિતના ઉચ્ચાધિકારીઓએ ગામના સરપંચ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મયોગીઓને પણ રૂબરૂ મળી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *