હિન્દૂ સંસ્કૃતિ એટલે વિશ્વ કલ્યાણ અને વિશ્વ બંધુત્વની ભાવનાને સાકાર કરે છે ત્યારે કાશ્મીરમાં પાકિસ્તાન અને ઇસ્લામિક આતંકવાદ સતત હિન્દુઓની હત્યાઓ કરી સહનશીલતાની પરીક્ષાઓ લઈ રહ્યો છે.. છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં હિંદુઓની હત્યાઓ કરવામાં આવી રહી છે.
વિશ્વ હિન્દૂ પરિષદ- બજરંગદળે આ ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે. હવે હિન્દૂ તથા રાષ્ટ્ર વિરોધી કૃત્યોને વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ સાંખી નહિ લે.વિશ્વ હિન્દૂ પરિષદ કાશ્મીરના હિન્દૂ સાથે છે. તેમનું કાશ્મીરમાં પુનર્વસન થઈને જ રહેશે.
સંવિધાન અને કાનૂનનું પાલન કરવું અનિવાર્ય છે. આવા કૃત્યો સામે પ્રશાસન પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા રાષ્ટ્ર વિરોધી- હિન્દૂ વિરોધી આતંકવાદીઓનો સંપૂર્ણ નાશ કરે તેવી અપેક્ષા રાખે છે. વિશ્વ હિન્દુ પરિષદ માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે ત્યારે ભારત માતાની ગોદમાં કોઈ હિંદુઓ પર અત્યાચારને સાંખી લેવામાં નહિ આવે.
આખા ભારતમાં આજે વિશ્વ હિન્દૂ પરિષદ- બજરંગદળ દ્વારા આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે અને કાલોલ પ્રખંડના વેજલપુર ખાતે પણ આજ રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.. પાકિસ્તાનના ઝંડા સળગાવી ઇસ્લામિક આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
વિશ્વ હિન્દૂ પરિષદ કાલોલ પ્રખંડ દ્વારા વેજલપુર ખાતે કાશ્મીરમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અને આતંકવાદ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો
Views 132