પોલિસકર્મીઓએ કોરોના વાઈરસ આકારના હેલ્મેટ પહેરી લોકોને કોરોના સામે જાગૃત્ત થવાનો સંદેશ આપ્યો
સુરત,રવિવાર: કોરોના સંકટના કારણે દેશમાં ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાં લોકડાઉન અમલી બનાવી લોકો ઘરમાં જ રહે એ એકમાત્ર અસરકારક ઉપાય છે, પરંતુ ઘણાં લોકો વિના કારણ બહાર નીકળીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આવા લોકો સમજદારી કેળવે એવા આશયથી લોકડાઉનના પાલન માટે સુરત જિલ્લાની મહુવા પોલિસ દ્વારા એક અનોખો અને નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પોલિસકર્મીઓ દ્વારા રસ્તા પર ઉભા રહી કોરોના વાઈરસના આકારના હેલ્મેટ પહેરી લોકડાઉનનો ભંગ કરનાર લોકો તેમજ અન્ય વાહનચાલકોને કોરોના વાઈરસ સામે ગંભીર બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પોલિસ જવાનોએ કોરોના સ્વરૂપ ધારણ કરીને કોરોના સામે લડવા માટે નાગરિકોને પોતાના ઘરમાં જ પરિવારજનો સાથે સુરક્ષિત રહેવાની અપીલ પણ કરી હતી. પોલિસના સેફટી ગાર્ડને પણ કોરોના વાઈરસના ફેલાવાને રોકવાનો સંદેશ લખવામાં આવ્યા છે. લોકોએ પણ પોલિસના નવતર પ્રયોગને વધાવ્યો હતો
લોકડાઉનના પાલન માટે મહુવા પોલિસનો નવતર પ્રયોગ: પોલિસે ધારણ કર્યું કોરોના સ્વરૂપ
Views 145