ધાનેરા ટાઉનમાં થયેલી લૂંટના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ધાનેરા પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં બાતમી હકીકત આધારે સાંચોર રાજસ્થાનના ઈસમને ઝડપી પાડી 1 લાખ 20 હાજરના સોનાનુ રિયલ ડાયમંડ હોલમાર્કનું મંગળ સૂત્ર કબ્જે લઈ કાયદેસરની ની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેંજ કચ્છ ભુજ જે.આર.મોથલીયા તેમજ અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં બનતા ચોરી તથા લુંટના બનાવોને અટકાવવા કડક કાર્યવાહી કરવા સુચના અન્વયે એસ.એમ.વારોતરીયા નાયબ પોલિસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ એ.ટી.પટેલ પોલિસ ઇન્સ ધાનેરા તથા એ.કે.દેસાઈ પોલિસ ધાનેરા પોલિસ સ્ટેશન નાઓની સુચના મુજબ ધાનેરા પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુના કામેના આરોપી કીશનભાઇ પરથીભાઇ દેવીપુજક રહે.લાછીવાડ ગોળીયા સાંચોર જાલોર રાજેસ્થાન વાળાને ધાનેરા ટાઉન માંથી પકડી પાડી લુટમાં ગયેલ સોનાનું રીયલ ડાયમંડનુ હોલમાર્ક વાળુ મંગળસુત્ર જેનુ વજન 23.500 ગ્રામ 1 લાખ 20 હાજર જે મંગળસુત્ર આ કામના આરોપી પાસેથી કબ્જે લઈ ધાનેરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.