અમીરગઢ ચેકપોસ્ટ પરથી 400 લીટર બાયોડીઝલ ભરેલી ટ્રક ઝડપાઇ, ત્રણ શખ્સો સામે ગુનો દાખલ

Views 80

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી ચારસો લિટર બાયોડીઝલ સાથે ટ્રક ઝડપાતા ત્રણ ઈસમો સામે ગુનો દાખલ થયો છે. અમીરગઢ પોલીસને મળેલી બાતમી હકીકત આધારે રાજસ્થાન તરફથી આવતા એક શંકાસ્પદ ટ્રક રોકાવી તપાસ કરતા ટ્રકમાંથી 400 લીટર જેટલું બાયોડીઝલ મળી આવતા પોલીસ મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમીરગઢ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી આવત એક ટ્રકને રોકાવતા તેમાં ફરજ પરના પોલીસ કર્મચારી દ્વારા સકના આધારે તપાસ કરતા તેમાં બાયોડીઝલ ભરેલ હતું આથી આવા જ્વલનશીલ પદાર્થ ને અટકાવી તેની પૂરતી તપાસ કરતા આવા પદાર્થ ને લઈ જવા માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધેલ ના હતી. કોઈપણ નોતિફિકેસન વિના આવા જ્વલનશીલ પદાર્થ ને ફાયર સેફ્ટીની સુવિધા રાખ્યા વિના લોકોની જિંદગીને જોખમમાં મુકાય તેવા પદાર્થને લઈ જતા અટકાવી આવા પદાર્થને લઈ જતા ઇસમોને પકડી કાર્યવાહી કરતા તેઓને પૂછપરછ કરતાં આ બાયોડીઝલ તેઓએ રાજસ્થાનના ભીલવાડાથી એક ચા નાસ્તાની હોટલ વાળા પાસેથી ખરીદેલ હતી અને ગુજરાતમાં લઈ જવામાં આવતો હતો આથી અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ટ્રકમાં લઈ જવામાં આવતો 400 લિટર બાયોડીજલ ના જથ્થા ની કિંમત રૂપિયા 25000 ને કબજામાં લઈ ગેરકાયદેસર બાયો ડીઝલ લઈ જનાર ઇસમો માં મુકેશ રામચંદ્ર કહાર, રામદેવ રામચંદ્ર કહાર શોહન લાલ અને ભીલવાડા નો હોટલ માલિક ઉપર ગુનો નોધી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *