લતા મંગેશકરને કોરોના ભારત રત્ન ગાયિકાનો રિપોર્ટ પોઝિટિવ ICUમાં દાખલ, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ચાલી રહી સારવાર

Views 43

બોલિવૂડમાં એક પછી એક સ્ટાર્સને કોરોના થઈ રહ્યો છે. અર્જુન કપૂર તથા અંશુલા બાદ હવે ખુશી કપૂરને કોરોના થયો છે. જાહન્વી કપૂર તથા બોની કપૂર હાલમાં ક્વૉરન્ટીન છે. ‘બિગ બોસ’માં પોતાનો અવાજ અપાનાર અતુલ કપૂર પણ કોરોના પોઝિટિવ છે. 92 વર્ષીય ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરને પણ કોરોના થયો છે. તેમનામાં કોરોનાનાં હળવાં લક્ષણો છે અને તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ)માં એડમિટ છે.

લતા મંગેશકરની ભાણી રચના (મીના મંગેશકરની દીકરી)એ કહ્યું હતું, ‘તેમની તબિયત સારી છે. ઉંમરને કારણે સાવચેતીના ભાગરૂપે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે. મહેરબાની કરીને અમારી પ્રાઇવસી જાળવો અને દીદી માટે પ્રાર્થના કરો.’

ખુશી કપૂર-સુઝાનને પણ કોરોના થયો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખુશી કપૂરનો કોરોના રિપોર્ટ તાજેતરમાં જ પોઝિટિવ આવ્યો છે. ખુશી કપૂર હાલમાં હોમ આઇસોલેશનમાં છે. ખુશીની મોટી બહેન જાહન્વી તથા પપ્પા બોની કપૂર પણ ક્વૉરન્ટીન છે. નોંધનીય છે કે બોની કપૂરનો મોટો દીકરો અર્જુન તથા દીકરી અંશુલાને પણ કોરોના થયો હતો. તે બંનેનો રિપોર્ટ હાલમાં જ નેગેટિવ આવી ગયો છે.

જાહન્વીએ થર્મોમીટર સાથેની તસવીર શૅર કરી હતી
હાલમાં જ જાહન્વી કપૂરે મોંમાં થર્મોમીટર હોય એવી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ ઉપરાંત જાહન્વી પેઇન્ટિંગ કરતી હોય, બુક વાંચતી હોય, ડોગ સાથે મસ્તી કરતી હોય એવી તસવીરો પણ શૅર કરી હતી. જાહન્વી એક તસવીરમાં નાની બહેન ખુશી સાથે પણ જોવા મળી હતી.

સુઝાન ખાનને પણ કોરોના
હૃતિક રોશનની એક્સ-વાઇફ સુઝાન ખાનને કોરોના થયો છે. સુઝાનને કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. સુઝાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘બે વર્ષ સુધી કોવિડ 19નો સામનો કર્યા બાદ ત્રીજી વર્ષે એટલે કે 2022માં ઓમિક્રોન વેરિયન્ટ મારી ઇમ્યુન સિસ્ટમમાં આવી ગયો છે. ગઈ કાલે રાત્રે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેરબાની કરીને સલામત રહો અને પોતાનું ધ્યાન રાખો. આ ઘણો જ ચેપી છે.’

અતુલ કપૂર.
                                                                        અતુલ કપૂર.

અતુલ કપૂર પણ પોઝિટિવ
‘બિગ બોસ’ના ઘરમાં ‘બિગ બોસ’ બનીને વાત કરતાં અતુલ કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોશિયલ મીડિયામાં અતુલ કપૂરને કોરોના થયો હોય તેવી પોસ્ટ શૅર કરવામાં આવી છે. અતુલ કપૂરની સાથે કામ કરતી ટીમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. તેઓ હાલમાં ક્વૉરન્ટીન છે. ઉલ્લેખનીય છે કે અતુલ કપૂર વોઇસ આર્ટિસ્ટ છે. તેઓ ‘બિગ બોસ’ સાથે પહેલી સીઝનથી જોડાયેલા છે.

આ સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં બોલિવૂડ-ટીવીના 40થી વધુ સેલેબ્સ કોરોનાનો ભોગ બન્યા છે. કરીના કપૂર, અમૃતા અરોરા, મહિપ કપૂર, સીમા ખાન, શનાયા કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર-કરન બુલાની, અલાયા, જ્હોન અબ્રાહમ-પ્રિયા રૂંચાલ, નોરા ફતેહી, સ્વરા ભાસ્કર, રણવીર શૌરીનો દીકરો હારુન, રાહુર રવૈલ, શિલ્પા શિરોડકર, વિશાલ દદલાણી, બમન ઈરાનીનો દીકરો કયોઝ ઈરાની, કુબ્રા સૈત, માનવી ગાગરુ, અરિજિત સિંહ, ઈશા ગુપ્તા, મધુર ભંડારકર, નફીસા અલી, પ્રતીક બબ્બરને કોરોના થયો હતો. પ્રેમ ચોપરા તથા ઉમા ચોપરાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ડિરેક્ટર પ્રિયદર્શન તથા ‘બાહુબલી’ ફૅમ ‘કટપ્પા’ સત્યરાજ હાલમાં હોસ્પિટલમાં છે. સોનુ નિગમ પણ કોરોના પોઝિટિવ છે.

એરિકા ફર્નાન્ડિઝ.
                                                                                              એરિકા ફર્નાન્ડિઝ.

ટીવી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો વરુણ સૂદ, શરદ મલ્હોત્રા, શિખા સિંહ, અર્જુન બિજલાણી, દૃષ્ટિ ધામી, એકતા કપૂર, મૃણાલ ઠાકુર, સુમોના ચક્રવર્તી, અનિતા રાજ, એરિકા ફર્નાન્ડિઝ, ડેલનાઝ ઈરાની, સિમરન બુધરુપ, અક્ષય ખરોડિયા, એલિસ કૌશિક, મોહિત પરમાર, યામિની સિંહ, હિના ખાનનો પરિવાર, કામ્યા પંજાબી, તન્મય વેકરિયા (‘તારક મહેતા…’નો બાઘા), આયેશા સિંહ (‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં સઈનો રોલ પ્લે કરનાર), સુનીલ લહરી (રામાનંદ સાગરની ‘રામાયણ’માં લક્ષ્મણનો રોલ પ્લે કર્યો હતો)ને કોરોના થયો છે. એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટના ચાર મહિનાના દીકરા તથા અદિતિ મલિકના 9 મહિનાના દીકારાને પણ કોરોના થયો હતો.

સાઉથ એક્ટર મહેશ બાબુ, વિશ્વાક સેન, સાઉથ એક્ટ્રેસ તૃષ્ણા કૃષ્ણન, બંગાળી એક્ટ્રેસ મિમિ ચક્રવર્તી તથા મરાઠી એક્ટ્રેસ મિથિલા પાલકર પણ કોરોના પોઝિટિવ થયાં

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *