રાધનપુરમાં બ્રાન્ડેડ કંપની નામે નકલી ઓઇલ વેચતાં 6 વેપારીઓ ઝડપાયા

Views 115

રાધનપુરમાં કેસ્ટ્રોલ એક્ટિવ ઓઈલના નામે ડુપ્લીકેટ ઓઇલ વેચાતું હોવાની દિલ્હી સ્થિત કંપનીને જાણ થતાં કંપનીના સિનિયર બ્રાન્ડ પ્રોટેકશન એકઝીક્યુટિવ કબીર હસન અને ટીમના હૈદરખાને પોલીસને સાથે રાખીને તપાસ કરતાં 6 વેપારીઓ દ્વારા કંપનીના બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઓઇલ વેચાતું હોવાથી કુલ રૂ.57519નો ડુપ્લીકેટ ઓઇલનો જથ્થો ઝડપીને પોલીસે 6 વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને તપાસ કરતાં રાજેશગીરી માનગીરી ગોસ્વામીની દુકાન શિવ ઓટો ગેરેજમાંથી પ્લાસ્ટિકના સિલબંધ પેક 4 ડબ્બા, અનીલકુમાર બાબુભાઇ ઠાકોરની દુકાન નાગદેવ ઓટો ગેરેજમાંથી 4 ડબ્બા, હરખાભાઈ બલાભાઈ ભરવાડની દુકાન જય બુટ ભવાની ટાયર & ઓઇલમાંથી 18 ડબ્બા, આરીફ ઇસ્માઇલ ઘાંચીની દુકાન રોયલ ઓટો ગેરેજ & એસેસરીઝમાંથી 27 ડબ્બા, આસિફ ઈબ્રાહીમ યાકુબ ઘાંચીની દુકાન રિયા ઓટો એસેસરીઝમાંથી 28 ડબ્બા, આસિફ ઉસ્માન જમુભાઈ ઘાંચીની દુકાન કાકા ઓટો & એસેસરીઝમાંથી 100 ડબ્બા મળીને કુલ રૂ57,519નો ડુપ્લીકેટ ઓઇલનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસે કંપનીના ટ્રેડમાર્કની કોપી કરવા બદલ કોપીરાઈટ અધિનિયમ 1957ની કલમ 63 તથા ટ્રેડમાર્ક અધિનિયમની કલમ 103 અને 104 મુજબ છ વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ એએસઆઈ આર.વી.દેસાઈ ચલાવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *