રતાડીયાના વૃધ્ધ મહિલાની દુષ્કર્મ કર્યા બાદ શ્વાસ રૂંધાવી નિર્મમ હત્યા

Views 111

બુધવારે રાત્રે મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામની સીમમાંથી રહસ્યમય સંજોગોમાં મળેલા વૃધ્ધ મહિલાના મૃતદેહની સનસનીખેજ ઘટનામાં મહિલા ઉપર દુષ્કર્મ કરાયા બાદ નિર્મમ હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ગુરૂવારે વહેલી સવારે બહોળી સંખ્યામાં સામાજિક આગેવાનો સ્થાનિકેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘસી આવ્યા હતા અને ભોગગ્રસ્તનું મોત કુદરતી સંજોગોમાં થયું હોવાની બાબતને નકારી હત્યા કરાઈ હોવાની આશંકા દર્શાવી હતી.

દુષ્કર્મ કરી તેનો શ્વાસ રૂંધાવી નિર્મમ હત્યા કરવામાં આવી
આ બનાવને પગલે મોડી સાંજ સુધી ચાલેલી પોસ્ટમોર્ટમ પ્રક્રિયા બાદ મહિલા સાથે દુષ્કર્મ કરી તેનો શ્વાસ રૂંધાવી નિર્મમ હત્યા કરાઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં હોસ્પિટલ પરિસરમાં ઉપસ્થિત લોકોમાં માનવજાતિને શર્મસાર કરતી ઘટના બની હોવાની લાગણી ફેલાઈ હતી.સમગ્ર ઘટનાક્રમ મુજબ તારીખ 21/2 ની સવારે રતાડીયા ખાતે રહેતા 65 વર્ષના વૃધ્ધ મહિલા જશીબેન વંકાજી રબારી નજીક આવેલા ગુંદાલા ગામે રામદેવપીર બાબાના મંદિરે દર્શન જવા નીકળ્યા હતા.ત્યાંથી અંદાજિત 12.30 વાગ્યાના સુમારે પરત ફરી રતાડીયા ગેટ નજીક ત્રણ કિમી દૂર આવેલ સ્વગૃહે જવા બેઠા હતા.

રતાડીયા સીમમાંથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યો
ત્યારે કોઈ અજાણ્યો ઈસમ તેમને મોટરસાયકલ પર લિફ્ટ આપવાના બહાને પાછળ બેસાડી રતાડીયા તરફ રવાના થયો હતો.પરંતુ પછી મોડી રાત્રી સુધી મહિલા ઘરે ન પહોંચતા તેમના પરિવારજનોએ મુન્દ્રા પોલીસ મથકે જાણ કરી તેમની શોધખોળ આદરી હતી.દરમ્યાન રાત્રીના 1 વાગ્યાના સમયગાળા દરમ્યાન રતાડીયા સીમમાંથી રહસ્યમય સંજોગોમાં તેમનું શબ મળી આવ્યું હતું.

આ ચોંકાવનારો બનાવ સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો
જેને હત્યાની શંકા સાથે મુન્દ્રા સીએચસીમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયું હતું અને મોડી સાંજે ઉપરોક્ત ચોંકાવનારો બનાવ સામે આવતાં લોકોમાં કચવાટ સાથે આક્રોશની લાગણી જોવા મળી હતી. ઉપરોક્ત બાબતે મુન્દ્રા પીઆઇ એચ. એસ. ત્રિવેદીનો મોબાઈલ પર સંપર્ક સાધતાં તેમણે આરોપી હાથવેંતમાં હોવાનો વિશ્વાસ દર્શાવી તેની વિરુદ્ધ અપહરણ,બળાત્કાર અને હત્યાની કલમો તળે ગુનો નોંધ્યો હોવાનું જણાવ્યું હતું.

મૃતદેહ પર દાગીના સલામત પણ રૂપિયા 200 ભરેલું નાનું પાકિટ ગાયબ
જયારે મહિલાનો મૃતદેહ મળી આવ્યો ત્યારે તેમના શરીર પર સોનાનો હાર અને બંગડી સમેત અંદાજિત પાંચ લાખના ઘરેણાં સલામત મળી આવ્યા હતા. પરંતુ 200 રૂ જેટલી રકમ ભરેલું નાનું પાકિટ ગાયબ મળ્યું હતું.ત્યારેજ સ્થળ પર હાજર પરિવારજનો અને સામાજિક આગેવાનોને કશુંક અણછાજતું બન્યું હોવાનો અણસાર આવી ગયો હતો.અને તેમની માંગને અનુલક્ષીને પોલીસે ઘટના સંબધિત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

મોટરસાયકલ પર લિફ્ટ આપનારો આરોપી સીસીટીવી કેમેરામાં કેદ
ઘટનાને પગલે તાત્કાલિક ધોરણે હરકતમાં આવેલી પોલીસે ગુંદાલા સ્થિત રતાડીયા ગેટ આસપાસ આવેલા સીસીટીવી કેમેરા ખંગાલતા વૃધ્ધ મહિલાને બાઈક પર બેસાડી લઇ જનાર નરાધમ જોવા મળ્યો હતો તેને આધારે પોલીસે પગેરૂં દબાવ્યું હતું.સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ આરોપી સંભવિત ભુજ તાલુકાના નારાણપર ગામનો હોવાનું જણાઈ આવ્યું છે.

નિર્જન જગ્યાએ દુષ્કર્મ કરી નાક દબાવી શ્વાસ રૂંધાવી નાખ્યા
મળેલ માહિતી મુજબ મહિલાને બાઈક પર બેસાડ્યા બાદ આરોપી નિર્જન જગ્યાએ લઇ ગયો હતો.અને ત્યાં બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.ત્યાર બાદ સંભવિત કોઈ જોઈ ન જાય તે આશંકા સાથે નાક પર હાથ વડે દબાણ લાવી શ્વાસ રૂંધી નાખી હત્યા કરી નાખી હતી.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાના ગળા તથા ડાબા પગના ભાગે ઇજજાના નિશાન મળી આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *