પાટણમાં પોલીસકર્મી ઉપર હુમલો કરનારા 4 શખ્સોને કોર્ટે એક-એક વર્ષની સજા અને રૂ.8 હજારનો દંડ ફટકાર્યો

Views 102

પાટણ શહેરનાં બગવાડા દરવાજા વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા પાટણ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને બોર ઓપરેટરનું કામ કરતાં લોકરક્ષક દળનાં પોલીસ કર્મી ઉપર 2019માં હુમલો કરી ઇજાઓ કરનારા પાટણનાં ચાર વ્યક્તિઓને પાટણની ચીફ જ્યુડીસીયલ કોર્ટનાં મેજિસ્ટ્રેટ એ.એસ. ગોહેલે આઇપીસી 323 અંતર્ગત દરેકને એક-એક વર્ષની સાદી કેદની સજા અને દરેકને રૂ।.1000નો દંડ ફટકાર્યો હતો તથા જી.પી. એકટ 135 અંતર્ગત દરેકને છ-છ માસની સાદી કેદ અને દરેકને રૂા. 1000-1000નો દંડ ફટકાર્યો હતો. આરોપીએ ભરેલી દંડની રકમ ફરીયાદીને અપિલ પિરીયડ બાદ વળતર તરીકે આપવાનો પણ આદેશ કર્યો હતો.

આ કેસ અંગે જાણકારી આપતાં પાટણ ના સરકારી વકીલ સી એલ દરજીએ જણાવ્યું કે, પાટણ એ- ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક અને બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી ચહેરાજી ખુમાજી ઠાકોર તા. 28-5- 2019નાં રોજ તેમની બોર ઓપરેટરની ફરજ પુરી કરીને શહેરનાં બગવાડા દરવાજા વિસ્તારમાં ખરીદી કરવા ગયા હતા ને સાંજે બગવાડાથી તેઓ ચાલતા રોડ ક્રોસ કરતા હતા ત્યારે બે બાઇક ઉપર આવેલા ચાર વ્યક્તિઓ તેમની પાસેથી પૂરઝડપે પસાર થતાં ચહેરાજીનાં ડાબા હાથે એક બાઇક અથડાતાં તેમણે કહેલ કે, બુમ પાડીને‘બાઇક જોઇને ચલાવો’ તેમ કહેતાં બંને બાઇકોનાં ચાલકોએ ઉભા રહીને તેમનો શર્ટ પકડીને લાફો માર્યો હતો ને બીજાઓએ લાકડી અને ગડદાપાટુનો માર મારતાં તેમને લોહી આવતાં તે ઢળી પડ્યા હતા.તેમણે બુમો પાડતાં હુમલો કરનારાઓ પૈકી એક વ્યક્તિએ બીજા વ્યક્તિનું નામ લઇને ‘ભાગ- ભાગ’ એવી બુમો પાડીને બધા નાસી ગયા હતા. આ પછી ચહેરાજીએ પાટણની સિવીલમાં સારવાર લીધી હતી.

આ બનાવ અંગે પોલીસે ચાર વ્યક્તિ સામે આઇપીસી 323,504, 144મુજબ ગુનો નોંધ્યો હતો. જે કેસ પાટણની ચીફ જ્યુડીસીયલ કોર્ટમાં ચાલી જતાં મેજિસ્ટ્રેટ એ.એસ. ગોહેલે બંને પક્ષોની રજુઆત સાંભળીને તથા સરકારી વકીલ સી.એલ. દરજીની દલીલો ગ્રાહ્ય રાખીને ચાર આરોપીઓ : મહંમદ ઇસ્માઇલ, ઇરફાનભાઇ, ઇમરાનભાઇ, ઇબ્રાહિમભાઇ રે. તમામ પાટણને દોષિત ઠેરવીને ઉપરોક્ત સજા ફટકારી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *