બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની મોકળ પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસંધાને તારીખ:- ૦૫/૦૧/૨૦૨૨ ના રોજ મોકળ અને કાનોડ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાનો ઓનલાઇન વર્ચ્યુઅલ ટ્વીનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જેમાં ટ્વીનિંગ પ્રોગ્રામ નો મૂળભૂત આશય શાળાઓ વચ્ચે સુસંગત શિક્ષણ માટે પરસ્પર જોડાણ થાય અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો વચ્ચેના વિવિધ અનુભવો વિચારો અને જ્ઞાનની શ્રેષ્ઠ આપ-લે થાય તે અંતર્ગત માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી બંને શાળાઓ એકબીજા સાથે જોડાઈ હતી.
જેમાં યજમાન મોકળ શાળા દ્વારા ધોરણ ૬ થી ૮ ના બાળકો દ્વારા સમુહપ્રાર્થના તથા સ્ટાફગણ પરિચય કરવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ગખંડની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી ઓનલાઇન શિક્ષણકાર્ય કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શાળાનો પરિચય,શાળા લાયબ્રેરી, પ્રયોગશાળા, કિચનશેડ, શાળા સ્વચ્છતા,પાણીની સુવિધા,બુલેટિન બોર્ડ અને ગામના જાહેર તથા ધાર્મિક સ્થળો તેમજ શાળાની વિવિધ સુવિધાઓ,શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક,સર્જનાત્મક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનુ માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી બાળકોને પ્રદર્શન તથા મુલાકાત કરાવવામાં આવી.
અંતે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો જેમા રાસ -ગરબા,કવિતા,લોકગીત,ઉખાણ, ક્વિઝ વગેરે યોજવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ અનુસંધાને બાળકોમાં ખૂબજ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ત્યારબાદ શાળાના આચાર્ય નરેન્દ્રકુમાર પટેલ એ સમગ્ર આયોજનના સફળ સંચાલન કરતા ધોરણ ૬ થી ૮ના શિક્ષક મિત્રોને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી
મોકળ પ્રાથમિક શાળામાં કાનોડ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા સાથે ટ્વીનિંગ પ્રોગ્રામ વર્ચ્યુઅલ માધ્યમથી યોજવામાં આવ્યો
Views 52