બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
પ્રાપ્ત માહિતી મુજબ મધ્ય ગુજરાત વીજ કંપની દ્ધારા સૂર્યોદય યોજના અંતર્ગત જે વીજપુરવઠો દિવસે આપતાં હતાં તે અચાનક ટેકનીકલ ખામીને કારણે બદલીને થોડા સમય માટે રાત્રે આપવાનો પરિપત્ર તા-૦૪-૦૧-૨૦૨૨ ના રોજ રાત્રે કાલોલ MGVCL માં આવ્યો હતો.
પરંતુ કાલોલ MGVCL ના જવાબદાર અધિકારીની આળસના કારણે આ વાતની જાણ સ્થાનિક ખેડૂતો સુધી પહોંચી નહિ તેને કારણે જે વીજ પુરવઠો દિવસે મળતો હતો તે રાત્રે અચાનક વીજપુરવઠો આવી જતાં ઓટો સ્વીચને કારણે મોટર ચાલું થઈ ગઈ હતી અને તેના કારણે બિનજરૂરી પાણી ઉભા પાક અને અન્ય પાક માટે તૈયાર કરેલ જમીનમાં ફરી વળ્યું હતું.
જેને કારણે ડેરોલગામ અને જત્રાલ ના સ્થાનિક ખેડૂતોને આર્થિક અને સામાજિક નુકસાન વેઠવાનો સમય આવ્યો હતો.તેથી રોષે ભરાયેલાં સ્થાનિક ખેડૂતોએ કાલોલ MGVCL ના જવાબદાર અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી આજરોજ સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે વીજ પુરવઠો આપવામાં આવે તે માટે ભેગા મળી રજુઆત કરવામાં આવી અને જો રજુઆત ને ધ્યાને લેવામાં નહિ આવે તો આગળના સમયમાં અન્ય ખેડૂતો સાથે ભેગા મળી ઉગ્ર રજુઆત ની સાથે ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.
કાલોલના ડેરોલગામ અને જંત્રાલ ગામના વિસ્તારમાં સૂર્યોદય યોજના અંતર્ગત વીજ પુરવઠા ના સમયમાં અચાનક ફેરફાર થતાં ઉભા પાક અને વાવેતર માટે તૈયાર કરેલ જમીનમાં નુકશાન થતાં સ્થાનિક ખેડૂતો રોષે ભરાયાં
Views 59