મુન્દ્રા તાલુકાની સગીરા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવાઈ

Views 149

મુન્દ્રાના એક ગામની સગીર વયની યુવતીને આજથી છ મહિના અગાઉ લલચાવી ફોસલાવી આરોપીએ શરીર સબંધ બાંધ્યો હતો.યુવતીને ગર્ભ રહી જતા આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોધાતા પોલીસે બન્ને આરોપીઓની અટકાયત કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રાના રામાણીયા ગામના આરોપી ઇન્દ્રજીતસિંહ ભરતસિંહ જાડેજા અને રણજીતસિંહ મંગુભા જાડેજા વિરુદ્ધ સગીરાની માતાએ દુષ્કર્મની ફરિયાદ નોધાવી છે.ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીએ આજથી છ મહિના અગાઉ સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી ફરિયાદીના ઘરની બાજુમાં આવેલ વરંડામાં લઇ જઈ બે વાર શરીર સબંધ બાંધ્યો હતો.

જેના કારણે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.ફરિયાદીએ આરોપીને પોતાની દીકરીને અપનાવી લેવાનું કહ્યું હતું. આરોપીઓએ ભોગબનનાર સગીરાને અપનાવવાનો ઇન્કાર કરી ધાકધમકી કરતા આખરે પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોધાઇ છે.

સગીરાને ગર્ભ રહી જતા ફરિયાદીએ આરોપીને પોતાની દીકરીને અપનાવી લેવા જણાવ્યું હતું.જે બાદ ભોગબનનારની માતાએ ફરિયાદ આપતા ગુનો દાખલ કરીને દુષ્કર્મ ગુજારનાર આરોપી સહીત મદદગારી કરનાર શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *