ઇન્ડિગોએ ડાયરેકટ કનેક્ટિવિટી મુસાફરીની સરળ બનાવી
ઓફિશિયલ વેબસાઈટ https://www.goindigo.in/ પર જઇ બુક કરાવી શકો
સસ્તામાં વિમાનમાં મુસાફરી કરવાની ઇન્ડિગોમાં શ્રેષ્ઠ તક
જો તમે પણ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે કામના સમાચાર છે. હવે તમે દેશની સુંદર જગ્યાઓ પર ખૂબ જ સસ્તામાં ફરી શકો છો. તેમજ હવે ફ્લાઇટ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ બનશે. એરલાઇન કંપની ઇન્ડિગો ઘણી નવી સીધી ફ્લાઇટ્સ ચલાવી રહી છે. ઈન્ડિગોએ કહ્યું છે કે અમે અમારા મુસાફરો માટે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટિવિટી વધારવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે.
એરલાઈન કંપની ઈન્ડિગોએ આપી માહિતી
એરલાઇન કંપની ઇન્ડિગોનું કહેવું છે કે ડાયરેક્ટ કનેક્ટિવિટી મુસાફરીને સરળ બનાવશે અને તેની પ્રાકૃતિક સુંદરતા, સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ માટે પ્રવાસીઓને અનોખો અનુભવ આપશે. આનાથી પ્રવાસીઓને મુસાફરી કરવાનું આયોજન કરવામાં પણ સરળતા રહેશે.

અગાઉ એરલાઈને શિલોંગ અને ડિબ્રુગઢ વચ્ચે 2 નવેમ્બર 2021થી સીધી ફ્લાઈટ શરૂ કરી છે. તેનું પ્રારંભિક ભાડું માત્ર 1400 રૂપિયા છે.
આવી રીતે બુકિંગ કરો?
જો તમે પણ સસ્તી મુસાફરી કરવા માંગો છો તો તમે ઈન્ડિગોની વેબસાઈટ પર જઈને વિગતવાર માહિતી મેળવી શકો છો. આ સિવાય મુસાફરો એરલાઈનની ઓફિશિયલ વેબસાઈટ https://www.goindigo.in/ પર જઈને ઈન્ડિગો ફ્લાઈટ માટે ટિકિટ બુક કરાવી શકે છે.
12 કલાકની મુસાફરી માત્ર 75 મિનિટમાં
આપને જણાવી દઈએ કે પરિવહનના કોઈ સીધા માધ્યમો ઉપલબ્ધ ના હોવાને કારણે લોકોને શિલોંગ અને ડિબ્રુગઢ વચ્ચે મુસાફરી કરવા માટે રોડ અને ટ્રેન દ્વારા 12 કલાકની લાંબી મુસાફરી કરવાની ફરજ પડતી હતી. પરંતુ હવે માત્ર 75 મિનિટની ફ્લાઇટનો વિકલ્પ પસંદ કરીને બે શહેરો વચ્ચે સરળતાથી ઉડાન ભરી શકાશે.
યાદીમાં ચેક કરો કયા શહેરનું કેટલું ભાડું છે
જમ્મુ થી લેહ – રૂ. 1854
લેહ થી જમ્મુ – રૂ. 2946
ઈન્દોર થી જોધપુર – રૂ. 2695
જોધપુરથી ઈન્દોર – રૂ. 2735
પ્રયાગરાજથી ઈન્દોર – રૂ. 3429
ઈન્દોરથી પ્રયાગરાજ – રૂ. 3637
લખનૌ થી નાગપુર – રૂ. 3473
નાગપુર થી લખનઉ – રૂ. 3473