માણસાનાં વિહાર રોડ ઉપર ટાયર ફાટતા કાર ડિવાઇડર કૂદીને પલ્ટી ખાઈ ગઈ,ગંભીર રીતે ઘાયલ યુવકનું મોત

Views 105

માણસાનાં વિહાર રોડ ઉપર આગળનું ટાયર ફાટતાં ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દેતાં કાર ડિવાઇડર કૂદીને પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવાનનું મોત નિપજતા માણસા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કૂકરવાડા ગામે રહેતો 29 વર્ષીય પ્રજ્ઞેશ ઉર્ફે ચીન્ટુ કનૈયાલાલ પટેલ ગામમાં ઉમિયા સ્પેરપાર્ટ નામની દુકાન ચલાવતો હતો. જેનાં પરિવારમાં પત્ની અને પાંચ વર્ષની દીકરી છે. ગત તા. 24મી ફેબ્રુઆરીનાં રોજ પ્રજ્ઞેશ અને તેનો મિત્ર આશિષ વેગન કારમાં વિહારથી વિજાપુર તરફ જઈ રહ્યા હતા. ત્યારે વિહાર ગામની સીમ અજન્ટા કંપની સામે હાઇવે રોડ ઉપર અચાનક આગળનું ટાયર ફાટતા પ્રજ્ઞેશે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઇડર કૂદીને પલ્ટી ખાઈ ગઈ હતી. જેનાં કારણે પ્રજ્ઞેશને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેને વિજાપુરની હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યો હતો.

જે અંગે જાણ થતાં પ્રજ્ઞેશની પત્ની, માતા સહિતના લોકો વિજાપુર સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રજ્ઞેશને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *