મહેસાણામાં જીલ્લા ચોરીના ગુનામાં છ મહિનાથી ભાગતી મહિલા રાજુલાથી પકડાઈ
લાંઘણજ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છ મહિનાથી ભાગતી ફરતી મહિલાએ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડી છે. વિગતો મુજબ LCB PIની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ તપાસમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, લાંઘણજ પોલીસ મથકના ચોરીના ગુનામાં આરોપી મહિલા છેલ્લા છ મહનાથી ભાગતી ફરે છે. આ મહિલા હાલ અમરેલી જીલ્લાના રાજુલામાં હોવાની બાતમી આધારે સ્થાનિક પોલીસને સાથે રાખી પેરોલની ટીમે મહિલાને ઝડપી પાડી લાંઘણજ પોલીસને સોંપવા માં આવી
મહેસાણા SP ડો.પાર્થરાજસિંહે જીલ્લામાં નાસતાં-ફરતાં ઇસમોને ઝડપી લેવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એ.એમ.વાળાની સુચનાથી પેરોલ ફર્લો સ્કોર્ડના PSI એસ.બી.ઝાલાની ટીમ તપાસમાં હતી. આ તરફ અગાઉ લાંઘણજ પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાયેલ હોઇ તેમાં આરોપી મહિલા અનિતાબેન દિલીપભાઇ પ્રજાપતિ નાસતી ફરતી હતી. જેથી ચોક્કસ વિગતો મેળવે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે મહિલાને ઝડપી પાડી છે.
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ : જગદીશ સોલંકી
મહેસાણામાં જીલ્લા ચોરીના ગુનામાં છ મહિનાથી ભાગતી મહિલા રાજુલાથી પકડાઈ
Views 59