મહેસાણાના મોટીદાઉમાં મંજૂરી 6000 મેટ્રિક ટનની 1 લાખથી વધુ મેટ્રિક ટન માટી ખનન થયાની આશંકા

Views 84

  • અગાઉની એજન્સી પરવાનગીમાં એક લાખ મેટ્રિક ટન ખનન કરી ગઇ ત્યાં હવે બીજી એજન્સી ખનન કરતી હોવાની રાર
  • ખાણ અને ખનિજ વિભાગની રહેમનજર હેઠળ દિવસ-રાત લાખો ટન સાદી માટીનું ખનન,બિન્દાસ્ત રોયલ્ટી ચોરીની ચર્ચા

મહેસાણાના મોટીદાઉમાં રૂપેણ નદીના જૂના પટ્ટ તરીકે ઓળખાતા વિસ્તારમાં દિવસરાત માટી ખનન ચાલી રહ્યુ છે.ખાણ અને ખનિજ વિભાગે 6000 મેટ્રીક ટન ખનનની પરવાનગી આપેલી હોઇ એજન્સીરાહે ખનન કરાઇ રહ્યાનું જણાવી રહ્યા છે.

પરંતુ ગામના સુત્રોએ કહ્યુ કે, દિવસ-રાત મળીને રોજના 300 જેટલા ડમ્પર માટી ઉલેચાઇ રહી છે અને અત્યારસુધીમાં આ 6000 મેટ્રીક ટનના બદલે એક લાખ મેટ્રીક ટન માટી ઉલેચાઇ ગઇ હશે એટલુ 12 ફુટથી વધુ ઊંડાઇમાં ખનન થઇ ગયુ છે.ત્યારે ખાણ અને ખનિજ વિભાગની રહેમનજર હેઠળ સરકારી રોયલ્ટીની આંખ મીચામણીમાં બિન્દાસ્ત ચોરી થઇ રહી હોઇ થર્ડ પાર્ટી ઇન્સપેક્સન કરાવવંુ જોઇએ તેવો લોક માંઠી છે.

મોટીદાઉની સીમમાં અગાઉ એજન્સી દ્વારા પરવાનગીથી એકાદ લાખ મેટ્રીક ટન માટી ખનન કર્યુ હતું.ગામના શૈલેષભાઇ ઠાકોરે કહ્યુ કે, ત્યાં જ હાલમાં અન્ય એક એજન્સી મારફતે દિવસ રાત માટી ખનન છેલ્લા પંદરેક દિવસથી ચાલી રહ્યુ છે.રોજના 300 થી વધુ ડમ્પર માટી ઉલચાઇને રેલવે કોરીડોરમાં જઇ રહી છે.

રોયલ્ટી પાસ પરવાનગી કરતા વધુ માત્રમાં ખનન થઇ રહ્યાનું અહિયા ઊંડાઇ પરથી સ્પષ્ટ જોઇ શકાય તેમ છે,સમતલ લેવલ હાલ 20 થી 22 ફુટ ઊંડું થયેલુ છે.ત્યારે સરકારી કરચોરી અટકાવવી જોઇએ.બીજી તરફ મદદનીશ ભૂસ્તર અધિકારી કચેરીના રોયલ્ટી ઇન્સપેક્ટર નરેન્દ્ર ટાંક કહે છે કે, અગાઉ એજન્સીને પરવાનગી આપી હતી તે ભાગ ઊંડાઇ વાળો છે.

હાલ તો અંકુરભાઇ સતારીયા એજન્સીને 6000 મેટ્રીક ટન માટી ખનનની પરવાનગી અપાઇ છે તે જગ્યા ત્યાંથી અલગ છે અને નાના ટુકડાવાળી જગ્યા છે.45 દિવસ આપેલા છે.અધિકારીએ સ્થળ પર પારદર્શક તપાસ કરવાના બદલે અમે વીઝીટ કરેલી છે અને યોગ્ય છે,ફરીયાદમાં તથ્ય નથી, સ્થળ પર રોજ 300 ડમ્પર ઘણાવો તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *