ભાવનગર જિલ્લાનું આ ગામ વિકાસથી વંચિત છે

Views 151

નવા સરપંચ પાસે ગામના વિકાસની આશા છે

ગંદકીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં નિરાશા

વિકાસના નામે કોઈ સુવિધા નથી

ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાનું કણકોટ ગામ કે જ્યાં આજ સુધી અનેકવાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. પરંતુ કણકોટ ગામે વિકાસ કરી શકાય તેવા એક પણ કાર્યો કરવામાં આવ્યા નહીં હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
નવા સરપંચ પાસે ગામનાં વિકાસની આશા
કણકોટ ગામે રોડ-રસ્તા, ડ્રેનેજ, તેમજ ગંદકીની સમસ્યાને પગલે ગ્રામજનોમાં નિરાશા જોવા મળી હતી. જયારે આ વર્ષે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી જ્યારે કણકોટમાં યોજાવાની છે ત્યારે સ્થાનિક લોકોમાં ચૂંટાઈને આવનાર નવા સરપંચ પાસે ગામનાં વિકાસની આશા રાખી રહ્યાં છે.

ગ્રામજનો શહેર તરફ જવાનું ટાળે છે
ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકામાં આવેલું કણકોટ ગામ કે જ્યાં આજ સુધી અનેક સમસ્યાઓને લઈને ગ્રામજનો પરેશાન થઈ ચૂક્યા છે. કણકોટ ગામનાં લોકો વિકાસ શું કહેવાય તે અંગે નિરાશા સાથે રોષ વ્યક્ત કર્યો હતો. એક તરફ ભાવનગર જિલ્લામાં અનેક ગામો આધુનિક વિકાસશીલ અને આદર્શ ગામ બની ગયા છે. ત્યારે ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાનું કણકોટ ગામે આજ સુધી વિકાસનાં નામે કોઈપણ સુવિધા ઉપલબ્ધ થઇ નથી. ભાવનગર શહેરથી ભાવનગર શહેરથી 20 કિલોમીટર દૂર ફરીયાદકા અને વાળુકડ તરફથી કણકોટ ગામે જઈ શકાય છે. પરંતુ કણકોટ પહોંચવા સુધીમાં રસ્તાઓની જે પરિસ્થિતિ છે તેને લઈને ગ્રામજનોને શહેર તરફ જવું ખૂબ મુશ્કેલ બન્યું છે. કણકોટને જોડતા તમામ રોડ-રસ્તાઓ બિસ્માર બની ગયા છે. જેને લઇને ગ્રામજનો શહેર તરફ જવાનું ટાળે છે.

ગ્રામ પંચાયતની ખુદની બિલ્ડિંગનાં જ ઠેકાણા નથી
ભાવનગર જિલ્લાનાં મહત્વનાં તાલુકા ઘોઘા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીનાં પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, તૂટેલું પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. કણકોટ ગામે વિકાસ અને સુવિધાને લઈને વાત કરવામાં આવે તો કણકોટ ગ્રામ પંચાયતની બિલ્ડીંગ છેલ્લા પાંચ વર્ષથી જમીનદોસ્ત થઇ પડી છે. જો ગ્રામ પંચાયતની ખુદની બિલ્ડિંગનાં જ ઠેકાણા ન હોય તો અન્ય વિકાસનાં કામોની તો ગ્રામજનો કઈ રીતે આશા રાખે. કણકોટ ગ્રામ પંચાયતની તમામ કામગીરી હાલ પ્રાથમિક શાળા બેસી કરવામાં આવે છે.

ગ્રામજનોની માંગ કોઈને કોઈ પ્રકારે સ્વીકારાતી નથી
કણકોટ ગામની વસ્તી અંદાજે 15૦૦ની આસપાસ છે અને આ ગામમાં મુખ્યતવે ચાર જ્ઞાતિનાં લોકોનું પ્રભુત્વ છે. જેમાં ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, પટેલ સમાજ અને કોળી સમાજનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં યોજાયેલી તમામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચારે જ્ઞાતિઓમાંથી સરપંચ તરીકે ચૂંટાઇને આવેલા છે. તેમજ આ ગામમાં તમામ સમાજના લોકો એકસંપ થઈને રહે છે. પરંતુ જ્યારે વિકાસની વાત કરવામાં આવે ત્યારે ગ્રામજનોની માંગ કોઈને કોઈ પ્રકારે સ્વીકારાતી નથી.

ડ્રેનેજની સુવિધા અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી
ગામમાં વિકાસનાં નામે કહી શકાય તો માત્રને માત્ર આરોગ્ય સેવા નિયમિત પણે અને સારી રીતે મળે છે. પરંતુ ગામનાં ગેટ થી લઈને સમગ્ર ગામનાં તમામ રોડ-રસ્તાઓ બિસ્માર હાલત જોવા મળી રહ્યા છે. જ્યારે હાલ એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે કણકોટ ગામે તમામ વિસ્તારોમાં કચરાનાં ઢગલા જોવા મળી રહ્યા છે અને જ્યારે વાત કરવામાં આવે તો ડ્રેનેજની સુવિધા અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી. કણકોટ ગામએ આવવા જવાના રસ્તા પર આવેલા પુલમાં ચોમાસા દરમિયાન પાણી આવી જતા ગ્રામજનોનાં ઘરોમાં પાણી પહોંચી જાય છે. આ તમામ સમસ્યાને લઈને કણકોટ ગામનાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે તમામ જ્ઞાતિનાં લોકો હળી મળીને એક સંપન્ન થઇને રહે છે. ત્યારે આવનારા સરપંચ માટે રોજ ચાલવાને બદલે ગ્રામજનો દ્વારા કણકોટ ગામનાં વિકાસ અંગેની કામગીરી કરવા માંગ કરી હતી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *