બૉલિવૂડની ‘ધક-ધક ગર્લ’શૂટિંગ માટે પાવાગઢ પહોંચી, ચાહકો ઉમટ્યા

Views 142

પાવાગઢ રોપ-વે નજીક માધૂરીની ફિલ્મનું શૂટિંગ

ભદ્રગેટ, જામા મસ્જિદ જેવી સાઈટ પર કરશે શૂટિંગ

24 નવેમ્બર સુધી અભિનેત્રી પાવાગઢમાં રોકાશે

ફિલ્મ જગતની અભિનેત્રી માધુરી દીક્ષિત ચાંપાનેર- પાવાગઢ ખાતે ડોક્યુમેન્ટરીના  શૂટિંગ માટે વડોદરા આવશે

જ્યારથી અમિતાભ બચ્ચન દ્વારા ‘ખુશ્બુ ગુજરાત કી…’ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું, ત્યારથી દેશ-વિદેશના સહેલાણીઓ માટે ગુજરાત ટુરિસ્ટ સ્પોટ બની રહ્યું છે. રાજ્યના અનેક સ્થળોને બૉલિવૂડ ફિલ્મના શૂટિંગ માટે ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યાં છે. એવામાં આજે બૉલિવૂડની ધક-ધક ગર્લ માધૂરી દીક્ષિત પાવાગઢ ખાતે ફિલ્મના શૂટિંગ માટે પહોંચી છે.

પાવાગઢ ખાતે વહેલી સવારથી હિન્દી ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિતનું શૂટિંગ ચાલી રહ્યું છે. પાવાગઢના માંચી તરફ જવાના માર્ગ પર તેમજ રોપ-વે નજીક માધુરી દીક્ષિતનું શૂટિંગ ચાલી રહ્યું છે. અહીં ધક-ધક ગર્લ ત્રણ દિવસ સુધી પોતાની ફિલ્મનું શુટિંગ કરશે. માધુરી દીક્ષિત શૂટિંગ માટે આવી હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં તેના ચાહકો પોતાની મનગમતી અભિનેત્રીને જોવા માટે ઉમટી પડ્યા છે.

આજથી 24 નવેમ્બર સુધી માધુરી દીક્ષિત પંચમહાલમાં જ રહેશે. આ દરમિયાન તે પાવાગઢના ભદ્રગેટ, જામા મસ્જિદ, સાત કમાન જેવી સાઈટ પર શૂટિંગ કરશે. પાવાગઢ ખાતે માધૂરી દીક્ષિત આવી હોવાના પગલે સ્થાનિક જિલ્લા સહિત આસપાસના અન્ય જિલ્લાઓમાંથી તેના ચાહકોની અવરજવર વધી ગઈ છે.

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા બૉલિવૂડ અભિનેત્રીએ અમદાવાદના વાસણા વિસ્તારમાં પણ શૂટિંગ કર્યું હતું. માધૂરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમિત ત્રિવેદી અને શ્રૂતિ પાઠકનું સૉન્ગ શેર કરીને અમદાવાદના ભરપુર વખાણ કર્યા હતા.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *