બિહારમાં ઇ-રિક્ષા ચલાવનાર આતંકવાદી નીકળ્યો, પાકિસ્તાની એજન્સી ISI ની મદદ કરી રહ્યો હતો

Views 55

આ વર્ષે ભારતનાં વિવિધ ભાગમાંથી ઘણાં આતંકવાદીઓ પકડાયા છે. તેમાનો એક છે સિલીગુડીનાં ગુડ્ડુ નામનો યુવક. સિલીગુડીનો આ યુવક મોતિહારી જિલ્લામાં ઇ રીક્ષા ચલાવતો હતો અને આ કામ તે માત્ર એટલા માટે કરતો હતો કે જેનાથી સુરક્ષા એજન્સીઓને તેના માટે શંકા ન થાય. હકીકતમાં તે આઇએસઆઇ માટે કામ કરતો હતો. આ વાતની માહિતી કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓને મળી હતી, જેને કારણે બંગાળ એસટીએફએ તેને પકડ્યો હતો અને તેના ખરાબ ઇરાદાને અસફળ બનાવ્યા હતા.

આ વ્યક્તિનું નામ ગુડ્ડુ ગીરી છે. જેને સિલીગુડીથી હિરાસતમાં લેવામાં આવ્યો છે. ગુડ્ડુ પર આરોપ છે કે તે તેના સાથિયોને સાથે મળીને પાકિસ્તાની ખુફિયા એજન્સી આઇએસઆઇ માટે કામ કરતો હતો. તેની પાસેથે ઘણાં પાકિસ્તાની ફોન નંબર મળ્યા હતા. બિહાર પોલીસને પણ તેની શોધખોળ હતી. ખુફીયા એજન્સી દ્વારા તેની બાતમી મળી હતી. આ ગુડ્ડુ મૂળ ચંપારણનો રહેવાસી હતો. સ્થાનિક પોલીસ સ્ટેસને પણ તેના અંગે શંકા હતી. કેન્દ્રિય સુરક્ષા એજન્સીએ ગુડ્ડુ અને નેપાળનાં આઇએસઆઇ એજન્ટ વૃજકિશોરને જોડતી સાંકળોને કારણ પકડી પાડ્યો હતો. તે સેનાની માહિતી આઇઆસઆઇ સુધી પહોંચાડી રહ્યો હતો. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *