એક જ રીતે બાઈકની ઉઠાંતરી રાધનપુર વિસ્તારમાં દિવસેને દિવસે બાઇક ચોરીની ઘટનાઓ વધી રહી છે. જેમાં તાજેતરમાં રાધનપુર મેઈન બજારમાં વેપારીની પાર્ક કરેલી સ્કૂટીની ચોરીની ઘટના સામે આવી હતી. તે ઘટના ટૂંક સમય વીત્યાને ફરીથી રાધનપુર નગરપાલિકા ખાતે પાર્ક કરેલી બાઇકની ચોરીની ઘટના સામે આવી હતી, તો એક જ સિસ્ટમથી કરાતી બાઈક ચોરી ના કિસ્સામાં ગતરોજ રાધનપુર વિસ્તારના સેનેટરી ખાતે પાર્ક કરેલી વેપારીની બાઇકની ચોરી થતા લોકોમાં ફડફડાટ વ્યાપ્યો છે. પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ આ બાઈક ચોરીની ઘટના બાબતે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બાઈક ઉઠાંતરી કરી પલાયન થતાં બાઈક ચોરોને ઝડપી જેલ હવાલે કરવામાં આવે તેવી માંગ રાધનપુરના નગરજનો કરી રહ્યાં છે.