બનાસકાંઠાના ડીસામાં એક યુવકે અઠવાડિયા અગાઉ કરેલી આત્મહત્યા મામલે સાત લોકો સામે ફરિયાદ નોંધાઇ છે .
મૃતક યુવક રાવળ જ્ઞાતિનો હોઈ સોશિયલ મીડિયામાં બાપુ લખી એક ફોટો શેર કરતા કેટલાક લોકોએ ધમકી આપતા કંટાળેલા યુવકે આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે . ડીસા તાલુકાના રાણપુર ગામે રહેતા દિપક રાવળ નામના યુવકે તેના સોશિયલ મીડિયા પર બાપુ લખી તેનો ફોટો શેર કર્યો હતો જે મામલે. કેટલાક લોકોએ તેને ફોન પર ધમકી આપવાનું શરૂ કર્યું હતું . તેમજ તેના વોટ્સએપ પર પણ બાપુ કેમ લખ્યું છે તેમ કહી ધમકી આપતા હતા . જેથી કંટાળેલા આ દિપકે અઠવાડિયા અગાઉ એક ઓડિયો ક્લિપ બનાવી રેલવે ટ્રેક પર જઈ આત્મહત્યા કરી હતી . આત્મહત્યા કર્યા બાદ તેના ૫ રિવારજનોએ મોબાઈલ ચેક કરતા કેટલાક પુરાવા મળ્યા હતા . જેમાં બાપુ લખવા મામલે કેટલાક લોકો પાક ધમકીઓ આપતા આત્મહત્યા કરી હોવાનું જણાયું હતું . જે મામલે તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે યુવકના મોત માટે દુષ્મરણ કરનાર સાત શખ્સો સામે આઈપીસી ૩૦૬ મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે જેમાં આરોપીઓ તરીકે સંજયસિંહ જૈસિંહ દરબાર , હોનસિહ રિસિહ દરબાર , જેહુસિંહ રિસિદ્ધ દરબાર , વસંત હોજમાલ દરબાર , વિજ્રસિદ્ધ ઇશ્વરસિંહ દરબાર , રમેશસિંહ અનુપસિંહ દરબાર , અસિંહ જવેરસિંહ દરબાર ( તમામ રહે . રાણપુર ઉગમણાવાસ , તા . ડીસા ) વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .