દોસ્તો હાલમાં અકસ્માતની ઘટનાઓએ ભારે જોર પકડ્યું છે. રોજબરોજ એવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેના વિશે જાણીને ચકચાર મચી જાય છે. આવો જ એક અકસ્માત તાજેતરમાં રાધનપુર પાલનપુર હાઈવે પર થયો હોવાનું સામે આવ્યું છે.
ગયા વર્ષ લોક ડાઉન હોવાને લીધે અકસ્માત ના કેસો નહિવત પ્રમાણમાં આવી રહ્યા હતા પંરતુ જેમ જેમ છૂટછાટ મળી રહી છે તેમ કેસોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ સાથે અમુક વિસ્તારોમાં ચોમાની ઋતુમાં રસ્તા ખરાબ થઈ જવાને લીધે અકસ્માત થવાનો ભય વધી જાય છે.
આ અકસ્માત રાધનપુર પાલનપુર હાઈવે પર થયેલો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને લીધે બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. આ અકસ્માત કાર અને બાઈક વચ્ચે થયો હતો. જોકે આ ઘટનાની જાણકારી મળ્યાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કેસ ની તપાસ કરી હતી. આ કેસમાં બે લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યુ છે.
જ્યારે આ અકસ્માત ઘટના અનુસાર બે બાઇક સવાર બાઈક લઈને રસ્તા પર જઈ રહ્યા હતા અને અચાનક કારે ફૂલ સ્પીડે આવીને બાઈકને ટક્કર મારી હતી. જેના લીધે બંને બાઈક સવાર ગંભીર રીતે નીચે પડ્યા હતા. આ ઘટના થયા પછી તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે કાર ચાલક કાર મૂકીને જ ભાગી ગયો હતો.
પોલીસનું કહેવું છે કે જે લોકોના મૃત્યુ થયા છે તેઓ જીવદયા પ્રેમી છે અને તેઓ ભીડ ભંજન ગૌશાળામાં જીવદયા નું કામ કરતા હતા. હાલમાં આ મૃતક લોકોના પરિવારમાં ઘણા દુઃખ છે અને કાર ચાલક ફાગી ગયો હોવાથી તેની ઓળખ થઈ શકી નથી પંરતુ શોધખોળ હજુ ચાલુ છે.
HBN TV NEWS