પ્રાંતિજના અમીનપુર ગામમાં ઝઘડામાં વચ્ચે પડનાર શખ્સને ચપ્પાના ઘા મારી આંખ ફોડી

Views 116

પ્રાંતિજના અમીનપુરમાં શુક્રવારે જમીન આકારણીમાં સહી કરવા મામલે મોટા બાપુજી સાથે ઝઘડો કરી રહેલ શખ્સને સમજાવવા ગયેલ યુવક પર ચપ્પુથી હુમલો કરી આંખ ફોડી નાખવા સહિત માથામાં અને શરીરે ચપ્પાના ઘા મારવાની ઘટના બની હતી.

શુક્રવાર રાત્રે નારસિંહ પુથ્વીસિંહ મકવાણા ખેતરમાં હતાં ત્યારે તેમના ઉપર કોઇનો ફોન આવેલ અને ઘરની બાજુમાં રહેતા મોટા બાપાના દીકરા પ્રધાનજી બાપુજી મકવાણા ભગતજી ધીરાજી મકવાણા સાથે ઝઘડો કરે છે જેથી તમે આવીને સમજાવો કહેતા નારસિંહ પૃથ્વીસિંહ મકવાણા અને તેમની પત્ની નીલમબેન ઘરે જતાં તે વખતે પ્રધાનજી બાપુજી મકવાણા નારસિંહ મકવાણાના મોટા બાપા ભગતજી ધીરાજી મકવાણા સાથે અમીનપુરના જૂના સર્વે 141ની જમીનની આકારણીમાં સહી કેમ કરતાં નથી કહેતા હોઇ પૃથ્વીસિંહ મકવાણાએ તેને અપશબ્દો બોલવાની ના પાડતાં પ્રધાનજી બાપુજી મકવાણા મારવા લાગતા અને ખિસ્સામાંથી ચપ્પુ કાઢી આંખ ઉપર મારી દીધેલ જેથી ભાથીજી છોડાવવા વચ્ચે પડતા પ્રધાનજીએ તેમને ૫ણ ચપ્પુથી ઇજા કરેલ અને ધક્કો મારી દૂર કાઢી મૂક્યા હતા. ફરીથી નારસિંહને ચપ્પુ મારવા જતા નીલમબેન વચ્ચે પડતાં તેમને પણ ડાબા હાથના બાવડા ઉપર ચપ્પુ મારી દીધેલ અને નારસિંહનેને માથાના ભાગે ચપ્પુ માર્યુ હતું. પ્રધાનજીએ આજે તો તમે બચી ગયા છો પરંતુ જો આકારણીમાં સહી નહી કરો તો તમને બધાને જાનથી મારી નાખીશ.

નિલમબેને ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિની ડાબી આંખ ઉપર ચપ્પુ વાગવાથી તેઓની આંખ ફૂટી ગયેલ અને માથાના પાછળના ભાગે તેમજ ડાબા હાથે કાંડાના ભાગે ચપ્પુ મારવાથી ઇજાઓ થતા હિંમતનગર સિવિલમાં રિફર કરાયા હતા. પ્રાંતિજ પોલીસે પ્રધાનજી બાપુજી મકવાણા (રહે.અમીનપુર તા.પ્રાંતિજ)વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *