પૌષ્ટિક આહાર મગસ, માનસિક આરોગ્ય માટે સર્વશ્રેષ્ઠ : સર્વે

Views 104

વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી દીધી છે કે પૌષ્ટિક આહાર મગસ અને માનસિક આરોગ્ય માટે સર્વશ્રોષ્ઠ છે.

વિવિધ ભોજન પરના અભ્યાસની સમીક્ષામાં એવું માલૂમ પડયું કે પૌષ્ટિક આહાર અને સ્ટ્રેસ, માનસિક આરોગ્ય અને મગજના કામકાજ વચ્ચે સીધો સંબંધ છે. સ્વીડનની ગોથનબર્ગ યુનિવર્સિટીની આગેવાનીમાં યુરોપના નિષ્ણાંતોએ એવું જણાવ્યું કે કેટલાક એરિયામાં આ સંબંધ વધારે મજબૂતપણે સ્થાપિત કરવામાં આવ્યો છે. હાઇપોથેલેમસ મગજનું એક ખાસ પ્રકારનો હિસ્સો છે જે ભૂખ, સેક્સની ઇચ્છા તથા ઇમોશનલ બાબતો સાથે કામ પાર પાડે છે. આ નર્વ પર બારીકાઈથી નજર રાખતા જાપાની સંશોધકોને એવું માલૂમ પડયું કે જ્યારે તમે ભૂખ્યા હોવ ત્યારે તમને ગમે તે ભોજનનો સ્વાદ સારો લાગે છે.કિટોજેનિક ભોજન વાઈથી પીડિત બાળકોને સહાય કરી શકે છે જ્યારે વિટામિન બી 12ની ઊણપ અપૂરતી મેમરી અને થાક લાવી શકે છે. સંશોધકોએ જણાવ્યું કે ભોજનની શા માટે ખાસ અસરો પડે છે તેનો ખુલાસો કરવા માટે પૂરતા કારણો નથી અને નવી શોધની તાકીદે જરૂર છે. પ્રોફેસર સુઝાન ડિક્સને કહ્યું કે અમને એવું માલૂમ પડયું કે અપૂરતો આહાર મૂડ ડિસોર્ડસર વચ્ચે સીધી કડી છે તેમાં ચિંતા અને ડિપ્રેશન સામેલ છે. જોકે, કેટલાક ચોક્કસ ભોજન વિશે ઘણી સર્વસામાન્ય માન્યતાઓ માટે મજબૂત પુરાવાઓ નથી. સંશોધકોએ કહ્યું કે વધારે શુગર લેવાથી મૂડ ડિસોર્ડર બગડી શકે છે તે અંગે પણ વિવિધ પરિણામો મળ્યાં છે. સંશોધકોને એવું પણ માલૂમ પડયું કે મેડિટરેયીન આહાર ડિપ્રેશન અને ચિંતામાં ઘટાડો કરી શકે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *