પોલીસ કરશે કાર્યવાહી:આજે 31st ના ચેકિંગ માટે પોલીસે એકશન પ્લાન બનાવ્યો પણ ડ્રગ્સનો નશો કરનારને પકડવા રેપીડ ટેસ્ટ કીટ નથી

Views 83

શનિવારે થર્ટી ફર્સ્ટ છે જેથી વર્ષ 2022 ને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા માટે કચ્છભરમા ઠેરઠેર જાહેર અને ખાનગી રાહે પાર્ટીઓનું આયોજન થયું છે. ઘણા લોકો દારૂ પીને નશો કરીને જ થર્ટીફર્સ્ટ ઉજવાય તેવી માનસિકતા ધરાવતા થઈ ગયા છે. જેથી પોલીસે જાહેર સ્થળોએ અલગ અલગ પોઇન્ટ પર વોચ ગોઠવીને દારૂનો નશો કરનારા વ્યક્તિઓને પકડવા માટે બ્રેથ એનેલાઈઝર મશીનની વ્યવસ્થા ગોઠવી છે.

બીજી બાજુ, મહાનગરોની સાથે ભુજમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનું ચલણ વધી ગયું છે. તાજેતરમાં એક મહિનાના ટૂંકાગાળામાં ભુજ એસઓજીએ સપાટો બોલાવીને એમડી ડ્રગ્સના 3 ક્વોલિટી કેસ કર્યા હતા જેથી ભુજમાં ડ્રગ્સનું ચલણ તો છે જ પણ આજે થર્ટી ફર્સ્ટના વ્યક્તિએ ડ્રગ્સનો નશો કર્યો છે કે કેમ ?

કચ્છ જિલ્લામાં પોલીસને ટેસ્ટ કીટ ફાળવવામાં આવી જ નથી
તે જાણવા માટે રેપીડ ટેસ્ટ કીટનો ઉપયોગ થાય છે આ કીટ મહાનગરોમાં અપાઈ છે પણ સરહદી કચ્છ જિલ્લામાં પોલીસને આ પ્રકારની ટેસ્ટ કીટ ફાળવવામાં આવી જ નથી.પશ્ચિમ કચ્છ જિલ્લાના 24 પોલીસ સ્ટેશન અને એલસીબી,એસઓજી એજન્સી સહિત દરેકને 2 – 2 બ્રેથ એનેલાઈઝર મશીન અપાયા છે.કીટ ન મળવા છતાં તંત્રએ દાવો કર્યો છે કે,જો કોઈએ ડ્રગ્સનો નશો કર્યો હશે તો તેને પણ ઝડપી લેવામાં આવશે કોઈને છોડવામાં નહિ આવે.

કાનૂન ભંગ કરતા પહેલા ચેતજો આ પ્રમાણે પોલીસ કરશે કાર્યવાહી

  • ખાનગી પાર્ટી પ્લોટ તેમજ ફાર્મ હાઉસ ઉપર એલસીબી, એસઓજી તથા ડી-સ્ટાફની ટીમો દ્વારા વોચ રખાશે.
  • શહેરી વિસ્તારમાં રોમીયોગીરી કરતા તેમજ મહિલાઓની સુરક્ષા માટે SHE Team ખાનગી વોચમાં ખડેપગે રહેશે.
  • જયાં ન્યૂયરની પાર્ટીઓ યોજાશે તેવા સ્થળોએ વિવિધ ટીમો સતત મોનીટરીંગ રાખશે.
  • તમામ ટાઉનમાં એન્ટ્રી એકઝીટ પોઇન્ટ પર શંકાસ્પદોને બ્રેથ એનેલાઇઝરની ચકાસી વાહન ચેકીંગ કરવામાં આવશે
  • Drink & Drive કરનારાને શોધી તેના ગુનો દાખલ કરાશે
  • બગીચા અને જાહેર સ્થળોએ યુવાનો શાંતિનો ભંગ ન કરે એ માટે પોલીસ કર્મચારીઓ ખાનગી ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *