પોતાના ભત્રીજા હિમાંશુભાઈ પરમાર માટે પંચાયતની ચૂંટણી અને ડેપ્યુટી સરપંચ માટે પોતાના ભત્રીજાને પીઠબળ આપીને મોટાભાઈનું ઋણ અદા કરતાં ડેરોલગામના વિપુલભાઈ પરમાર

Views 124

બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર કાલોલ પંચમહાલ
પંચમહાલ ના કાલોલ તાલુકાના ડેરોલગામ ગ્રામ પંચાયતમાં બુધવારે ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી પરંતુ નિયત સમયની ચૂંટણી પહેલા જ પંચાયતમાં ચુંટાયેલા તમામ સભ્યોએ ચુંટણી સર્વ સંમતિથી નવયુવાન સભ્ય એવા હિમાંશુભાઈ હસમુખભાઈ પરમાર ની બિનહરીફ જાહેર કરી દીધા હતા.
જે અંગે નિયત સમયની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માત્ર ઔપચારિકતા મુજબની કાર્યવાહી હાથ ધરીને વિધિવત રીતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ડેરોલગામના નવયુવાન ડેપ્યુટી સરપંચ બનેલા હિમાંશુ પરમાર એ કાલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગંગાબેન હસમુખભાઈ પરમાર ના ચિરંજીવી છે તદ્ઉપરાંત તેમના પિતાના દુઃખદ અવસાન પછી તેમના રાજકીય વારસદાર તરીકે હિમાંશુ પરમાર ને માટે કાકા વિપુલભાઈ પરમાર તાલુકા પંચાયતના સભ્યશ્રી પણ પોતાના ભત્રીજા માટે પંચાયતની ચૂંટણી અને ડેપ્યુટી સરપંચ માટે પોતાના ભત્રીજાને પીઠબળ આપીને મોટાભાઈનું ઋણ અદા કર્યું હતું.
જેથી ડેરોલગામમાં બિનહરીફ રીતે નવયુવાન ડેપ્યુટી સરપંચ બનેલા હિમાંશુ પરમાર ના આવકાર માટે સમગ્ર પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવ યુવાન ડેપ્યુટી સરપંચનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *